નાડી ટાઇટ કરી લેજો, આ નોરતે અરબી સમુદ્રમાં બનશે ખલબલાવી નાખે એવું વાવાઝોડું, ક્યાં ત્રાટકશે? અંબાલાલ પટેલે કરી કપડાં ફાડે એવી આગાહી…
ગુજરાતમાંથી એક તરફ દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ વિદાય લીધી છે. તો બીજી તરફ માવઠા અને કમોસમી વરસાદનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, ગઈકાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે તોફાની વરસાદ જોવા મળ્યો હતો. ખાસ કરીને જુનાગઢ અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં ભારે કમોસમી વરસાદ પડ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અલનીનોની ઘાતક અસરને કારણે આ નોરતે ગુજરાતીઓ વાવાઝોડા માટે તૈયાર રહેજો તેને લઈને લોખંડના પતરા ફાડી નાખે તેવી આગાહી વ્યક્ત કરી છે.
ગુજરાત માથે ફરી એકવાર બીપોરજોય અને તોકતે જેવા વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને આગાહી કરતા કહ્યું છે કે આ વાવાઝોડું 2018ની યાદ અપાવી શકે છે. આ વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. 16 ઓક્ટોબરે અરબી સમુદ્રમાં મોટી હલચલ શરૂ થશે. આ હલચલના ભાગરૂપે 18 ઓક્ટોબરે એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે.
આ સિસ્ટમ 22 થી 24 ઓક્ટોબર સુધીમાં ઘાતક ચક્રવાતમાં પરિણમશે. આ સિસ્ટમ બંગાળની ખાડી અને હિંદ મહાસાગરનો તમામ ભેજ ખેંચીને વધુ મજબૂત બને તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ સિસ્ટમના કારણે પશ્ચિમની વિક્ષેપ ઉદ્ભવતા લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. આ વાવાઝોડું હાલ કઈ બાજુ ફંટાઈ તેને લઈને આગાહી કરવી મુશ્કેલ દેખાઈ રહી છે.
પરંતુ જો આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લેન્ડફોલ કરી શકે છે. જેને કારણે તોફાની પવન અને ભારે વરસાદ પડી શકે છે. તેવું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા લગાવવામાં આવ્યું છે. આ વાવાઝોડાની તીવ્રતા અત્યાર સુધીમાં આવેલા તમામ વાવાઝોડા કરતા સૌથી વધારે રહી શકે છે. અંબાલાલ પટેલની આ આગાહીથી ચારેકોરો ભયનો માહોલ મળી રહ્યો છે.
અંબાલાલ પટેલની આ આગાહી મુજબ નવરાત્રીમાં આ વાવાઝોડું વિલન બની શકે છે અને છઠ્ઠાથી આઠમા નોરતા સુધીમાં આ વાવાઝોડું ગુજરાતમાં તબાહી મચાવશે તેનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ત્યારબાદ 22 થી 26 ઓક્ટોબરે ગુજરાતમાં પોસ્ટ મોનસુન આવશે. તેવું પણ અનુમાન અંબાલાલ પટેલે લગાવ્યું છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો જેથી સાચી માહિતી તમામ લોકો સુધી પહોંચી શકે.