બિસ્ત્રા-પોટલાં બાંધીને રાખજો, આ તારીખે અરબી સમુદ્રમાં સક્રીય થશે ખુંખાર વાવાઝોડું, ગૂજરાતના આ ભાગને કરશે સાફ, અંબાલાલ પટેલે કરી ભયાનક આગાહી…
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર સહિત અનેક સ્થળે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઉનાળુ પાકને મોટું નુકસાન થયું છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાની સાથે વાવાઝોડાને લઈને ફરી મોટી આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 24મી મેથી પાંચમી જૂન પછી હવામાનમાં પલટો આવશે. ચોમાસું વહેલું આવશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. ત્યાર પછી 21મી મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે. આ ઉપરાંત ગુજરાતમાં સાતમીથી 10મી જૂન સુધીમાં જુદા જુદા ભાગોમાં ચોમાસું બેસશે. જ્યારે 14મીથી 18મી જૂન દરમિયાન આંધી-વંટોળ સાથે વરસાદ પડી શકે છે.
વધુમાં અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં સક્રિય થતા વાવાઝોડાને લઈને મોટું અનુમાન લગાવ્યું છે, આ વાવાઝોડું ખાસ કરીને ગુજરાતને અસર કરી શકે છે, સામાન્ય રીતે અરબી સમુદ્રમાં સક્રિય થતા વાવાઝોડા ગુજરાતને મોટું નુકસાન પહોંચાડતા હોય છે, 2021 માં આવેલ તોકતે વાવાઝોડાની યાદ અપાવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તેની વધારે અસર જોવા મળી શકે છે તેવું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા લગાવવામાં આવ્યું છે
ભારતીય હવામાન વિભાગ (IMD)એ દેશમાં ચોમાસું ક્યારે બેસશે તેનું અનુમાન અને તારીખ જણાવી છે. હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31મી મેની આસપાસ કેરળમાં પહોંચવાની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં લગભગ સાત દિવસના આગળ-પાછળના વિરામ સાથે પ્રવેશે છે. આ પછી તે સામાન્ય રીતે ઉત્તર ભારત તરફ ઝડપથી આગળ વધે છે અને 15મી જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે.