બિસ્તરા-પોટલા બાંધીને જ રાખજો, ગુજરાતના આ વિસ્તારોમાં 50થી 55 ઇંચ વરસાદ પડવાની રમણીકભાઈ વામજાની ભયાનક આગાહી…

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી તીવ્ર વરસાદી માહોલ સક્રિય થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં 35 વર્ષનો હવામાન અને વર્ષા વિજ્ઞાનનો અનુભવ ધરાવતા રમણીકભાઈ વામજા દ્વારા ગુજરાતમાં આ વિસ્તારોમાં 50થી 55 ઇંચ વરસાદ પડવાની ભયાનક આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી વિશે વિગતવાર અમે તમને આ લેખમાં જણાવીશું. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

જુનાગઢ જિલ્લાના વંથલીના રહેવાસી રમણીકભાઈ વામજાએ આ વર્ષે ચોમાસા દરમિયાન કેવો વરસાદ પડશે તેને લઈને મોટી આગાહી આપી છે. રમણીકભાઈ વામજા છેલ્લા 35 વર્ષથી ચોમાસાને લઈને સચોટ આગાહી કરે છે. આ વર્ષે પણ તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે રેવતી, અશ્વિની અને ભરણી નક્ષત્રમાં ચોમાસું બગડવાના જે સંજોગો ઊભા થયા હતા. તે ભડલી વાક્યો અનુસાર કૃતિકા નક્ષત્રમાં વરસાદે ધોઈ નાખ્યા છે.

નૈઋત્યુંનું ચોમાસુ હાલ ગુજરાતના મેઘ મહેર કરી રહ્યું છે. આગામી બે દિવસમાં રાજ્યના વાતાવરણમાં ઘણો ફેરફાર જોવા મળી શકે છે. રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. રમણીકભાઈ વામજા દ્વારા રાજ્યમાં ભારે વરસાદના રાઉન્ડને લઈને પણ મોટી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

રમણીકભાઈ વામજા આગાહી કરતા વધુમાં કહ્યું છે કે આ વર્ષે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં 16 આની વર્ષ રહેવાના સંકેતો મળી રહ્યા છે. ભાદરવા મહિનામાં સૌરાષ્ટ્રના લગભગ 40 થી 45 ડેમો ઓવરફ્લો થઈ જશે. આ વર્ષે રાજ્યમાં ત્રણ તબક્કામાં ચોમાસુ થવાના સંકેતો મળી રહ્યા છે. બનાસકાંઠાને તેને અડીને આવેલા રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વરસાદ પડશે.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેવા કે અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથમાં આ વર્ષે 50 થી 55 ઇંચ વરસાદ પડવાની ભુક્કા કાઢે તેવી આગાહી રમણીકભાઈ વામજા દ્વારા આપવામાં આવી છે. આ વર્ષે વધુ પડતી ગરમીને કારણે સાપ અને વીંછી કરડવાના બનાવો વધુ જોવા મળશે. તો આ સાથે જ આ વર્ષે ચોમાસા દરમિયાન વીજળી પડવાના બનાવો પણ વધુ માત્રામાં જોવા મળી શકે છે. આ વર્ષે ચોમાસા દરમિયાન મગફળીનું ભરપૂર માત્રામાં ઉત્પાદન જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *