છત્રી સાથે જ રાખજો, 17 ઓક્ટોબર સુધી ગુજરાતના આ વિસ્તારોમાં તોફાની પવન સાથે મુશળધાર કમોસમી વરસાદ પડવાની અશોક પટેલની ટાંટિયા ધ્રુજાવે એવી આગાહી…

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. તો કેટલાક વિસ્તારોમાં કાળજાળ ગરમી અને બફારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થતા હવામાન નિષ્ણાત અને મોટા વેધર એક્સપર્ટ અશોકભાઈ પટેલ દ્વારા 17 ઓક્ટોબર સુધી ગુજરાતના આ વિસ્તારોમાં તોફાની પવન સાથે કરા અને ભારે વરસાદ પડવાની મોટી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો.

અશોકભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ઉત્તર ભારતના વિસ્તારોમાં બરફ વર્ષાની શરૂઆત થશે અને ભારે વરસાદ પડી શકે છે. સાથે ગુજરાતમાં પણ તેની અસરને કારણે 17 ઓક્ટોબર સુધી કમોસમી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દેશના ઘણા બધા ભાગોમાંથી વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ હજુ માવઠા અને કમોસમી વરસાદનું પ્રમાણ વધવાનું અનુમાન હવામાન નિષ્ણાતો લગાવી રહ્યા છે.

અશોક પટેલની આગાહી કરતા કહ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ 5.8 કિલોમીટરના લેવલની ધરીથી 63 ડિગ્રી ઇસ્ટ અને 32 ડિગ્રી નોર્થ પર છે. આ સિસ્ટમને કારણે મધ્ય પાકિસ્તાનને લાગુ પડતા વિસ્તારોમાં 24 કલાકમાં અપર એર સાયકલોનીક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે છે અને 17 તારીખ સુધી ભારે પવન સાથે ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં હાલ મહત્તમ નોર્મલ તાપમાન 35 થી 36 ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યું છે પરંતુ હજુ આગામી દિવસોમાં આ તાપમાનમાં થોડો ઘટાડો નોંધાય શકે છે. તો કેટલાક વિસ્તારોમાં હજુ પણ ગરમી અને બફારાનું પ્રમાણે રહેવાની શક્યતા અશોક પટેલ દ્વારા કરવામાં આવી છે. 17 તારીખ સુધી ગુજરાતમાં માવઠા અને કમોસમી વરસાદનું પ્રમાણ વધી શકે છે.

અશોક પટેલ આગાહી કરતા જણાવ્યું છે કે 17 તારીખ સુધી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાનો કોમોસમી વરસાદ પડી શકે છે. સાથે પવનનું જોર પણ વધારે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *