છત્રી હાથવગી રાખજો ! અંબાલાલે રાજ્યના આ ભાગોમાં ભારે પવન સાથે તોફાની વરસાદ પડવાની આપી મોટી આગાહી….

વર્ષ 2023ના ચોમાસાના શરૂઆતથી જ પ્રથમ બે મહિનામાં એટલે કે જુના અને જુલાઈમાં વરસાદે રાજ્યની ધરતીને તરબોળ કરી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. પરંતુ ત્યારબાદ ઓગસ્ટ મહિનાના શરૂઆતથી જ ગુજરાતમાં મેઘરાજા નારાજ થયા હોય તેવું લાગી રહ્યું છે. આ વર્ષે ચોમાસાની પેટનમાં ઘણો બદલાવ જોવા મળ્યો છે તે અંગે અંબાલાલ પટેલે પણ અગાઉ જણાવ્યું હતું. હાલ વરસાદે સંપૂર્ણ રીતે વરાપ આપ્યો છે. પરંતુ હવે ક્યારે વરસાદ પડશે તેને લઈને સૌ કોઈ રાહ જોઈને બેઠા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આનંદની આગાહી કરી છે.

ગુજરાતમાં વરસાદે વિરામ આપ્યો તેને 22 દિવસથી વધારેનો સમય થઈ ચૂક્યો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખેતી ચોમાસાના વરસાદ આધારિત કરવામાં આવે છે. ત્યારે હવે વરસાદી વિરામના કારણે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. આગામી દિવસોમાં હજુ પણ વરસાદ જો લાંબો ખેંચાય તો ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે? ક્યારે સિસ્ટમ બનશે તેને લઈને મોટું નિવેદન આપ્યું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આનંદની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના મત અનુસાર મઘા નક્ષત્ર બેસતાની સાથે જ મંગળ રાશિમાં પરિવર્તન આવ્યો છે. જેને પરિણામે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં એક પલટો જોવા મળશે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શરૂઆત થશે.

અંબાલાલ પટેલ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આજથી 22 તારીખ સુધી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા જેવા ઉત્તર ગુજરાતના વિસ્તારો અને આણંદ, નડિયાદ, ખેડા, પેટલાદ જેવા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુંકે, બંગાળાની ખાડીથી સિસ્ટમ સક્રિય થતા પૂર્વીય મધ્યપ્રદેશ તરફ આવતા વરસાદી માહોલ ઉભો થયો છે. આગામી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ સર્જાશે. જેમાં ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ વિનાશ વેરી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, 20 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગરમાં ભારે વરસાદની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *