છત્રી રેઇનકોટ સાથે જ રાખજો, નવી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે 30થી 40 ઇંચ વરસાદ, હવામાન વિભાગે કરી જમીન ધોઈ નાખે એવી આગાહી…

ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં પડેલા અતિભારે વરસાદ બાદ ફરીથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. જોકે, હાલ ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી થઇ છે. તો હવે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. મોન્સૂન ટ્રફના કારણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હાલ માત્ર એક જ સિસ્ટમ મોન્સૂન ટ્રફ સર્જાયું છે. જેના કારણે આજે 10મી સપ્ટેમ્બરના રોજ દાહોદ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં વરસાદની કોઇ વોર્નિંગ આપવામાં આવી નથી.

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, 11મી સપ્ટેમ્બરના રોજ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં વરસાદની કોઇ વોર્નિંગ આપવામાં આવી નથી. આ સાથે તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ અંગે જણાવતા કહ્યુ કે, અહીં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ડિપ્રેશન સોમવારે બપોર સુધીમાં પુરી અને દિઘા વચ્ચેના દરિયાકાંઠાને પાર કરશે. આ પછી, તે આગામી બે દિવસમાં ઝારખંડ અને તેને અડીને આવેલા ઉત્તરી છત્તીસગઢ તરફ આગળ વધશે. આવી સ્થિતિમાં અહીં વરસાદ પડી શકે

નોંધનીય છે કે, ઓડિશાના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે રાજ્યના કોરાપુટ જિલ્લાના કુન્દ્રા અને બોઈપારીગુડા બ્લોક સૌથી વધુ પ્રભાવિત થયા છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સિવાય રસ્તા પર પાણી વહી જવાને કારણે કુન્દ્રા બ્લોકનો દિઘાપુર સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. વધારાનું પાણી છોડવા માટે મચકુંડ ડેમના બંને દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *