ધોળા દિવસે અંધારું થશે! ખૂંખાર વાવાઝોડાને લઈને પરેશ ગોસ્વામીએ કરી ટાંટિયા ઢીલાં કરે એવી આગાહી, રાજ્યનો આ ભાગ થશે સાફ…
હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા પરેશભાઈ ગોસ્વામી દ્વારા અરબી સમુદ્રમાં સક્રિય થયેલ તોકતે કરતા પણ વધુ ઘાતક એવા બિપોરજોય વાવાઝોડાને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. હાલ વાવાઝોડું પ્રતિ કલાક બે થી ત્રણ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. પરંતુ આજ સાંજ પછી આ વાવાઝોડું વિકરાળ સ્વરૂપ ધારણ કરશે.
અને એક સાથે કલાકમાં 15 થી 20 કિલોમીટરનું અંતર કાપશે. જેને કારણે તેની ગતિમાં પણ મોટો વધારો થઈ શકે છે. જેને લઇને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા મોટી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાંજ પછી આ સાયક્લોનિક સિસ્ટમની તીવ્રતામાં વધારો જોવા મળશે. અને આ વાવાઝોડું સિવ્યર સાયક્લોનિક સિસ્ટમમાં પરિવર્તિત થશે. જે વધારે સ્ટ્રોંગ અને ઘાતક બનશે.
હવામાનના જાણકાર એવા પરેશભાઈ ગૌસ્વામી દ્વારા વધારે જણાવવામાં આવ્યું છે કે જેમ ગુજરાત ઉપર 2019ની સાલમાં તોકતે વાવાઝોડાએ તબાહી મચાવી હતી. તેના કરતાં પણ આ વાવાઝોડાની તીવ્રતા ખૂબ જ વધારે અને ભયાનક હશે જેને કારણે આ વાવાઝોડાને હલકામાં લેવું નહીં. આ વાવાઝોડા દરમ્યાન પવનની ગતિ 180 થી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહી શકે છે.
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની ઘાતક અસર થશે જેને કારણે હાલ દરિયાકાંઠે ભયાનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે તો કેટલાક વિસ્તારોમાં 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અને દરિયાકાંઠાના ભાગોમાં આ હાઈ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.
મોડી રાત્રે વાવાઝોડુંની દિશા બદલાતા હવે 15 જૂનને સાંજે આ ચક્રવાત કચ્છના દરિયાકિનારે ટકરાઈ શકે છે. વાવાઝોડાની દિશા બદલાતા હવે ગુજરાતનું આવી બનશે. તેને લઈને પરેશભાઈએ ગુજરાતના લોકોને સાવધાન કર્યા છે. આ વાવાઝોડાની અસરને કારણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના તમામ વિસ્તારોમાં 20 થી 25 ઇંચ વરસાદ પડી શકે છે અને વાવાઝોડું સમગ્ર ગુજરાતને આવરી લેશે. જેના કારણે ધોળા દિવસે અંધારપટ જેવું થઈ શકે છે.