ખેડૂતોની મેહનત ઉપર પાણી ફરશે, સતત 2 મહીના વરસાદ પડવાની અંબાલાલ પટેલની ટાંટિયા ધ્રુજાવે એવી આગાહી, ખેડૂતો ખાસ વાંચે….

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 200થી વધારે તાલુકાઓમાં વરસાદ નોંધવામાં આવ્યો છે. ચોમાસાની શરૂઆતથી જ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સતત અને અવિરત પડી રહેલ વરસાદને કારણે આ વર્ષનો નવજાત ઊગેલો પાક હવે પાણીની વચ્ચે જન્મ મરણની વચ્ચે જજુમી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા સતત બે મહિના વરસાદ પડવાની અને ગુજરાતમાં અતિવૃષ્ટિ થવાની ટાંટિયા ધ્રુજાવી નાખે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી વિશે અમે વિગતવાર તમને આ લેખમાં જણાવીશું.

હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલે અગાઉ પણ કહ્યું હતું કે આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું છે. વાવાઝોડા બાદ ગુજરાતમાં ચોમાસાની પેટનમાં ઘણા બદલાવો થયા છે. આ વર્ષે ચોમાસા દરમિયાન શું શું જોવાનો વારો આવશે તે કહેવું ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે. ત્યારે ચોમાસાની શરૂઆતથી જ સતત 30 દિવસથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતોને ભારે માત્રામાં નુકસાની જોવા મળી રહી છે.

અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં જે જે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ હતી. તે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી નહીં પરંતુ જમીન ઉપરથી જ ડિપ્રેશન બન્યા હતા. પરંતુ બંગાળની ખાડીમાં આ વર્ષના ચોમાસાનું પ્રથમ ડિપ્રેશન સક્રિય થયું છે. આ સિસ્ટમને લીધે 18 થી 22 દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ત્યારબાદ 23 થી 30 જુલાઈની વચ્ચે પણ ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

જુલાઈ મહિના બાદ 8 ઓગસ્ટ સુધી સતત વરસાદ પડવાની અંબાલાલ પટેલની આ આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયેલો છે. આગાહી બાદ હજુ પણ અંબાલાલ પટેલ ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે હવે સતત બે મહિના વરસાદ પડશે તો ગુજરાતના તમામ ખેડૂતો પાઇમાલ થઈ શકે છે. ગુજરાતમાં આ વર્ષે અતિવૃષ્ટિ થવાના એંધાણો સ્પષ્ટ થઈ ગયા છે.

અંબાલાલ પટેલે આ વર્ષે મગફળી અને કપાસના પાકોમાં ધોવાણ થવાની પણ વાત કરી હતી. આ વર્ષે ચોમાસાનું વહન સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ભારે રહી શકે છે. સતત બે મહિના સુધી વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આ વર્ષે વરસાદનું પ્રમાણ સૌથી વધારે રહેશેમ જેને કારણે વાવેતરમાં ખેડૂતોને મોટી નુકસાની થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *