શું ગુજરાતમાં ચોમાસું સીઝન પૂરી થઈ ગઈ? સપ્ટેમ્બર મહિનામાં કેવો/કેટલો વરસાદ? અંબાલાલ પટેલની પેટી-પેક આગાહી…
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું જોવા મળ્યું છે. ચોમાસાની શરૂઆતમાં આવેલ બીપોર જોય વાવાઝોડાએ ચોમાસાની સમગ્ર પ્રક્રિયાને ફેરવી નાખી છે. પ્રથમ બે મહિના દરમિયાન ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો પરંતુ ઓગસ્ટ મહિનો સંપૂર્ણ રીતે કોરો ધાકડ જોવા મળ્યો છે. ત્યારે હવે ગુજરાતના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ચોમાસુ પાક હવે સંપૂર્ણ રીતે નષ્ટ થવાના આવી પહોંચ્યો છે.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ વરસાદ હેઠળ ખેતી કરવામાં આવે છે. જેને કારણે હવે વરસાદની ખૂબ જ જરૂરીયાત છે. આવા સમયે હવે વરસાદ ક્યારે થશે? શું ગુજરાતમાં ચોમાસુ સિઝન પૂરી થઈ ગઈ? સપ્ટેમ્બર મહિનામાં કેવો અને કેટલો વરસાદ પડશે? તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ઓગસ્ટ મહિનો સંપૂર્ણ રીતે કોરો ગયા બાદ હવે ખેડૂતો સપ્ટેમ્બર મહિનામાં વરસાદની આશાએ બેઠા છે. ત્યારે અંબાલાલ પટેલે આખા સપ્ટેમ્બર મહિનાને લઈને આગાહી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાની જેમ સપ્ટેમ્બર મહિનામાં પણ છૂટો વરસાદ સિવાય કોઈ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી નથી. વાતાવરણમાં ગરમી અને બફારોનું પ્રમાણ વધી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં ઉનાળા જેવો તાપ અને તડકો જોવા મળશે. વાતાવરણ સૂકું અને ભેજ વગરનું જોવા મળી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં વાતાવરણમાં કેટલાક ફેરફારો જોવા મળશે. જેને કારણે બીજા અઠવાડિયામાં સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
13 અને 14 સપ્ટેમ્બરે અરબ સાગરમાં હવાનું એક લો પ્રેશર સિસ્ટમ ઉત્પન્ન થશે જેને કારણે સપ્ટેમ્બર મહિનાના મધ્યમાં વરસાદ સાથે ગરમી અને બફારાનું પ્રમાણ વધશે. અલીની અસરને કારણે આ વખતે ગુજરાતમાં ચોમાસું નબળું રહી શકે છે. તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.