આગામી 48 કલાકમાં રાજ્યના આ વિસ્તારોમાં થશે વાવણી, તોફાની પવન સાથે ધોધમાર વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી…
જૂન મહિનાની શરૂઆત થતાની સાથે જ વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ ગયા છે અને ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પણ તૂટી પડ્યો છે. વહેલી સવારથી જ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે કરાનો વરસાદ જોવા મળ્યો છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્ય માટે ભારે રહેશે, તો આગામી 48 કલાકમાં રાજ્યના આ વિસ્તારોમાં સારામાં સારો વાવણી લાયક વરસાદ જોવા મળશે તેને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના અનુમાન અનુસાર અરબી સમુદ્રમાં સક્રિય થયેલ સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે. હજુ ચોમાસુ કેરળમાં શરૂ થયું છે પરંતુ ગુજરાતમાં પણ ચોમાસુ જેવો માહોલ સર્જાયો છે.
હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ અંબાલાલ પટેલે રાજ્યમાં બે દિવસ તોફાની પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને મોટી સંભાવના વ્યક્ત કરી છે. તેના અનુમાન અનુસાર આગામી 48 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારામાં સારો વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે.
તો આ સાથે જ સૌરાષ્ટ્રમાં પ્રથમ ભાવનગરના ઉપરી વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફારો જોવા મળી શકે છે અને છૂટો છવાયો વાવણી લાયક વરસાદ પણ પડી શકે છે. જ્યારે કચ્છ અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેને કારણે આગામી દિવસોમાં માછીમારોના દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. તો આ સાથે જ અમદાવાદ શહેરમાં 7 અને 8 તારીખે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી 48 કલાક દરમિયાન સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, વડોદરા, નવસારી, વલસાડ, વાપી, ભરૂચ, અંકલેશ્વર, ભાવનગર સહિતના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડશે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વરસાદની સાથે સાથે વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન પણ ફૂંકાઈ શકે છે.