ગુજરાતમાં આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની થશે ધમાકેદાર એન્ટ્રી, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?
ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના શરૂઆતથી જ વરસાદનું જોર ધીમું પડ્યું છે. અત્યાર સુધીનો વાર્ષિક સિઝનનો 85% થી વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે હવે ગુજરાતમાં ફરી એકવાર વરસાદના ભણકારા વાગી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની વાપસી થશે તેવા સંકેતો આપ્યા છે.
મધ્યપ્રદેશના ઉપરી ભાગમાં સિસ્ટમ સક્રિય થતા આગામી 24 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા વાપસી કરી શકે છે. આગામી દિવસોમાં ગુજરાતમાં છૂટો છવાયોથી ભારે વરસાદની સંભાવના વિભાગ દ્વારા આપવામાં આવી છે. 17 ઓગસ્ટ થી 30 ઓગસ્ટની વચ્ચે મઘા નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં પડતો વરસાદ ગંગાજળ જેટલો પવિત્ર હશે. તેવું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળશે. અને સામાન્યથી ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. ખાસ કરીને વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં ભારે વરસાદની શક્યતા છે. સાથે સુરત, નર્મદા, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની શક્યતાઓમાં વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
તો બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જેવા કે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે જ બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે કચ્છ અને ઉત્તર-મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ અને વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 19, 20 અને 21 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ આવશે. તારીખ 27 થી 31 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ફરી વરસાદની જમાવટ થશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ માહિતીને તમામ લોકો સુધી પહોંચાડવા શેર કરો.