ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં ક્યાં ક્યાં વરસાદ મચાવશે તબાહી? કેટલો પડશે? શું ભારે પવન ફૂંકાશે? અંબાલાલ પટેલે કરી નવી નકોર આગાહી…

સમગ્ર ગુજરાતમાં વર્ષ 2023નો અત્યાર સુધીનો વાર્ષિક 83% સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જૂન અને જુલાઈ મહિનામાં આ વર્ષે ભરપૂર વરસાદ પડ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં વરસાદી માહોલ કેવો રહેશે? પ્રથમ અઠવાડિયામાં ક્યાં ક્યાં વરસાદ મચાવશે તબાહી? કેટલો વરસાદ પડશે? શું ભારે પવન પણ ફૂંકાશે? ઓગસ્ટ મહિનાના શરૂઆતથી જ બંગાળની ખાડી ખૂબ જ સક્રિય થશે તેને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં બંગાળની ખાડી વલોવાશે એવા સંકેત આપ્યા છે. બંગાળની ખાડીમાં ઓગસ્ટ મહિનાના શરૂઆતથી જ મોટા વમળો અને ભારે પવનો ફૂંકાશે. ભેજવાળા ભારે પવનોને કારણે એક પછી એક મોટી સિસ્ટમ સક્રિય થવાની મોટી શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ એમ પણ જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનો ગુજરાત માટે ખૂબ જ ભારે રહી શકે છે.

બંગાળની ખાડીમાં 2 તારીખે એક અપર એર સાયકલોનિક સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ ભારે વરસાદનું વહન ગુજરાતમાં આવશે. આ વરસાદના વાહનને કારણે તાપી નદી અને સાબરમતી નદીના જળસ્તરમાં એકાએક વધારો થઈ શકે છે. તો ઉકાઈ ડેમ અને સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની પણ મોટી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પૂર પણ આવી શકે છે.

ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં અંબાલાલ પટેલની આગાહી અનુસાર 2 ઓગસ્ટ થી 8 ઓગસ્ટની વચ્ચે સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, પંચમહાલના ભાગો, બનાસકાંઠાના ભાગો, અમદાવાદ વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદનું વહન આવી શકે છે. આ વહન દરમિયાન પવનનું જોર વધારે રહી શકે છે.

ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં આફતનો વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ આફતનો અને જળબંબાકાર કરે એવો વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું છે. ઉપરા ઉપરી સિસ્ટમો સક્રિય થઇ રહી છે. જ્યાં વરસાદ પડે ત્યાં આભ ફાટે તેવો વરસાદ પડતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *