જૂનાગઢમાં આભ ફાટવાથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, કારને પકડવા જતાં યુવક તણાયો, જુઓ તબાહીના દ્રશ્યો…
ચોમાસાની શરૂઆતમાં જ જૂનાગઢ અને વિસાવદરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. પરંતુ ફરી એકવાર આજે બપોર પછી જળબંબાકાની સ્થિતિ સર્જાઇ છે, જૂનાગઢની બજારોમાં જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જુનાગઢમાં ઠેર ઠેર પાણી ભરાયા તો કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર થયું છે.
ભારે વરસાદને કારણે જૂનાગઢમાં જન જીવન અસ્તવ્યસ્ત થયું છે. જુઓ કેટલાક તબાહીના દ્રશ્યો…
જુનાગઢ શહેરમાં જાણે આભ ફાટ્યું હોય તેવા તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જુનાગઢ સહિત ભવનાથ તળેટીમાં પણ તોફાની અને જળબંબાકાર કરે તેવો વરસાદ પડ્યો છે. સમગ્ર શહેર સહિત ગિરનાર પાણી પાણી થયું છે. જેને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીને પૂર જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે.
જુનાગઢ શહેરની સોનરેખ અને કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બંને નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કાળવા નદીનું પાણી શહેરમાં ઘૂસ્યું છે અને રસ્તા ઉપર જાણે રમકડાની જેમ વાહનો તણાઈ રહ્યા છે. જેમાં એક કારને પકડવા જતા યુવક પણ તણાવ્યો છે. યુવકની હાલ શોધખોળ શરૂ છે.
રસ્તા ઉપર રમકડાની જેમ ગાડીઓ તણાઈ રહી છે. ત્યારે એક યુવક કારને પકડવા દોડે છે. પરંતુ પાણીનો પ્રવાહ એટલો ધસમસતો હતો કે તે પાણીમાં તણાઈ છે. સમગ્ર જુનાગઢ શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે.