આશ્લેષા નક્ષત્રમાં આ જિલ્લાઓમાં પડશે સૌથી વધારે આફતનો વરસાદ, અંબાલાલ પટેલે કરી ટાંટિયા ધ્રુજાવે એવી આગાહી…
સૂર્યનો આશ્લેશા નક્ષત્રમાં શુભ પ્રવેશ તારીખ 3/8/2023ના રોજ ગુરુવારે બપોરે 03:00 વાગ્યે 53 મિનિટે થશે. આ નક્ષત્ર દરમ્યાન વાહન ભેંસનું રહેશે. આશ્લેશા નક્ષત્ર દરમિયાન કેવો વરસાદ પડશે? કયા જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદ પડશે? તેને લઈને હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ લેખમાં અમે તેની વિગતવાર માહિતી તમને જણાવીશું.
ગુજરાતમાં આશ્લેશા નક્ષત્રમાં વરસાદના ફરી એક નવા રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં વરસાદનું જોર ભારે રહી શકે છે. જેમાં 3 થી 9 ઓગસ્ટ સુધી આશ્લેશા નક્ષત્ર દરમિયાન ભારે વરસાદનું વહન ગુજરાતમાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું છે કે આશ્લેશા નક્ષત્ર દરમિયાન 3 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં ઓરિસ્સાના દરિયા કિનારે એક ડીપ ડિપ્રેશન સક્રિય થશે. જે પૂર્વ ભારતના વિસ્તારોમાં અને ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર વરસાદી માહોલ સક્રિય કરી શકે છે. સાથે આ નક્ષત્ર દરમિયાન મહારાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે રાજ્યમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં આશ્લેશા નક્ષત્ર દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેવા કે વલસાડ, નવસારી, ડાંગ, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, દ્વારકા, જામનગર, કચ્છ નક્ષત્ર દરમિયાન સૌથી વધારે આફતનો વરસાદ પડી શકે છે.
મધ્યપ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. જેને કારણે સરદાર સરોવર ડેમની સપાટી 130 મીટરને પાર પહોંચી છે. સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138 મીટર છે. ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિના દરમિયાન સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની પણ મોટી શક્યતા વ્યક્ત કરી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.