દીવાલ પર લખવું હોય તો લખી લેજો વાવાઝોડાનું એલર્ટ : આ તારીખોમાં વાવાઝોડા, વીજળી અને તોફાની પવન સાથે વરસાદની આગાહી…

દેશના ઘણા વિસ્તારોમાં આ સમયે હવામાનમાં ફેરફારો જોવા મળી રહ્યા છે. ઘણા રાજ્યોના અમુક ભાગોમાં આખરી ગરમી પડે છે. તો બીજી બાજુ વરસાદ તો ક્યાંક કરા પડે છે. પંજાબમાં ગઈકાલે કરા સાથે વરસાદ ખડક્યો હતો. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતના વિવિધ ભાગો પર હવામાન સંબંધિત ચેતવણી સાથે આગાહી પણ કરી છે. 22 તારીખથી પશ્ચિમ ભારતમાં વેસ્ટની અસર થવાની શક્યતા છે.

આઈ.એમ.ડી. ના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં 20 થી 24 તારીખ દરમિયાન વાવાઝોડા, વીજળી અને તોફાની વરસાદની સાથે એકદમ વ્યાપક હળવાથી મધ્યમ વરસાદ અથવા બરફ વર્ષા થવાની શક્યતા રહેલી છે. ઉત્તર અને ઉત્તર પૂર્વ ભારત માટે પણ આગાહી કરવામાં આવી છે. જેમાં 20 થી 22 એપ્રિલ ના સમયગાળામાં પંજાબ, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા વિવિધ રાજ્યોમાં વાવાઝોડા અને વીજળી સાથે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

IMD ના જણાવ્યા મુજબ ભારતના ઘણા ભાગોમાં હવામાનમાં પડતો આવશે અને બહાર ઉનાળા ભારે પવન વરસાદ અને બરફના કરા પડવાની શક્યતા છે. જેના કારણે આ વિસ્તારોમાં રોજિંદા જનજીવન પર અસર જોવા મળી શકે છે. અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, મણીપુર, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને સિક્કિમમાં 22 એપ્રિલ સુધી છૂટાછવાયા વાવાઝોડા, વીજળી અને તોફાની પવન સાથે હળવા થી મધ્યમ વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ વ્યક્ત કરી છે.

20 થી 21 તારીખ દરમિયાન ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. કેરળ, માહે, આંધ્રપ્રદેશ, રાયલ, સીમા, તેલંગાણા, પુંડિચેરી, તમિલનાડુ, કરાઈકલ અને તટીય કર્ણાટકમાં વિવિધ સમયગાળા દરમિયાન વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

સ્કાયમેટ વેધર અનુસાર આગામી 24 કલાક દરમિયાન 20 થી 21 તારીખમાં જમ્મુ કાશ્મીર ગીલગીટ, બાલ્ટીસ્તાન, હિમાચલ પ્રદેશમાં અને 20 તારીખના રોજ ઉતરાખંડમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન સાથે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે જોવા મળે શકે છે. 20 થી 21 તારીખ ની વચ્ચે ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણામાં વાવાઝોડા, વીજળી અને તોફાની પવન સાથે છૂટાછવાયો વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *