વાવણી કરવી હોય તો કરી લેજો, આ વર્ષે ગુજરાતમાં આટલા દિવસ વહેલું આવશે નૈઋત્યનું ચોમાસું, અંબાલાલે કરી ખુશીના આંસુ લાવે એવી આગાહી….
હાલ મે મહિનામાં જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે, તે જોતા ક્યારે વરસાદ આવશે તેવી લોકો કુદરતને આજીજી કરી રહ્યાં છે. ત્યારે આ વર્ષે વહેલા ચોમાસાના સંકેત મળ્યા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની નવી આગાહી ખુશ કરી દે તેવી છે. અખાત્રીજના દિવસે ખેડૂતો માટે અંબાલાલ પટેલે સારા સમાચાર આપ્યા છે. આજે અખાત્રીજનો પવન જોઈને હવામાન નિષ્ણાતે આ વર્ષે વહેલું ચોમાસું આવવાની ભવિષ્યવાણી કરી છે. વહેલા વરસાદની આગાહી કરાઈ છે. ખેડૂતો માટે આ સારા સમાચાર છે. ખેડૂતો મે માસથી જ ખરીફ વાવેતર કરતા હોય છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, અખાત્રીજના દિવસે સવારે નૈઋત્યના પવનના સંકેત મળ્યા છે. આ સંકેત આપણા માટે સારા સંકેત બની રહ્યાં છે. જેનાથી વહેલું ચોમાસું બેસશે. મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. બંગાળમાં ઉપસાગરમાં 16 મેથી મોટી હલચલ જોવા મળશે. 24 મે સુધી અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે. આ કારણે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે.
અંબાલાલ પટેલે કહ્યું કે, આ વખતે વાદળોનો સમુહ સારો રહેવાની શક્યતા રહેશે. ગુજરાતમાં ચોમાસું મૃગશીર્ષ નક્ષત્રમાં બેસશે. 8 જૂનથી સમુદ્રમાં પ્રવાહો બદલાશે, ચોમાસાની શરૂઆત આંધી વંટોળ સાથે થશે. જોકે, જુનમાં નહિ પરંતુ જૂલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના ઘણા ભાગોમાં આ વર્ષે વરસાદ 106 ટકા સુધી વરસાદ થવાની શક્યતા છે. તો સમગ્ર ગુજરાતમાં 700 એમએમ કરતા વધારે વરસાદ થશે.
આંધી સાથે વરસાદ આવશે – અંબાલાલની આગાહી. અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.