તાંબાના પત્રમાં લખી લે જો, રાજ્યના આ ભાગોમાં પુર આવે તેવા ભારેથી અતિભારે વરસાદની પરેશ ગોસ્વામીએ કરી ધબકારા વધારે એવી આગાહી…
હવામાન નિષ્ણાંત અને વેધર એનાલિસ્ટ એવા પરેશ ગોસ્વામી આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સક્રિય થતી એક ભારે વેલમાર્ક સિસ્ટમને કારણે આ ચોમાસુ વધુ તીવ્ર ગતિએ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે.
બંગાળની ખાડીમાં સક્રિય થયેલ લો પ્રેશર સિસ્ટમને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થયો છે અને સાર્વત્રિક વરસાદનો એક મોટો રાઉન્ડ આવી શકે છે. પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે બંગાળનો ઉપસાગર હવે ધીમે ધીમે સક્રિય થઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં જૂન મહિનાના અંતિમ દિવસોમાં એક મોટી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે.
બંગાળની ખાડીમાં સક્રિય થતી આ સિસ્ટમ આગામી 36 થી 48 કલાકમાં ચોમાસાની ગતિને મજબૂત બનાવશે. પરેશ ગોસ્વામી આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સક્રિય થતી સિસ્ટમને કારણે 17 જૂનથી 22 જૂન સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદ પડી શકે છે.
જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે વલસાડ, નવસારી, સુરત, ડાંગ, અમદાવાદ, વડોદરા, ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત પેટલાદ, કપડવંજ, મહેસાસાણા, ખંભાત, તારાપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી છે. ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે. આદ્રા નક્ષત્રમાં પાડનાર વરસાદ ખૂબ સારો ગણાય છે.