ગુજરાતમાં ચોમાસું કેવું થશે? ક્યારે વાવણી? કેવો/કેટલો વરસાદ પડશે? આ 4 હવામાન નિષ્ણાતોએ કરી આગાહી….
ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. જેને કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનો મહાલ છવાયેલો છે. ઘણા ખેડૂતોના મનમાં હાલ ચોમાસા વિશે પ્રશ્નો થઈ રહ્યા છે આ વર્ષે કેવી વાવણી થશે? કેવો/કેટલો વરસાદ પડશે? આવી સ્થિતિમાં આ ચાર હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં ચોમાસું કેવું થશે તેને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે.
મહેશ પલાવત ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ વેધરના મેટ્રોલોજી અને ક્લાાયમેટ ચેન્જના વાઇસ-પ્રેસિડન્ટ મહેશ પલવારે વર્ષ 2025નું ચોમાસુ કેવું રહેશે તેને લઈને આગોતરૂ એંધાણ કર્યું છે. આ વર્ષે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ચોમાસુ મધ્યમથી સારું રહેશે. તો મધ્ય ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ નબળું રહી શકે છે. જેને લઇને મહેશે મોટું અનુમાન લગાવ્યું છે. આ વર્ષે જૂન મહિનાના અંતિમ દિવસોમાં સારામાં સારો વાવણી લાયક વરસાદ થશે તેને લઈને પણ આગાહી વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહનતીએ પણ આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બર્સના કારણે ચોમાસું માધ્યમથી સારું રહેશે. હાલ રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ હજુ આ અરબી સમુદ્રમાં સક્રિય થયેલ સિસ્ટમની અસર છે. 15 જૂન પછી ગુજરાતમાં વિધિગત રીતે ચોમાસાની શરૂઆત થશે. આ વર્ષે ચોમાસુ ગુજરાતમાં મધ્યમથી સારું રહેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે ચોમાસાને લઈને અનુમાન લગાવતા જણાવ્યું છે કે 22 જૂનની આસપાસ ગુજરાતમાં સારામાં સારું ચોમાસુ બેસી શકે છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ જોવા મળશે. પરંતુ મધ્ય અને અંતિમ ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાયરું ફૂંકાઈ શકે છે. ચોમાસા દરમિયાન આ વર્ષે મોટી હોનારત સર્જાઈ શકે છે. આ વર્ષે ચોમાસું માધ્યમથી સારું રહેશે.
હવામાન નિષ્ણાંત અને વર્ષા વિજ્ઞાનના જાણકાર એવા પરેશ ગોસ્વામીએ પણ આ વર્ષે 20 જૂનથી 25 જૂન આસપાસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ઘણા બધા ભાગોની સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ પડે તેવા તમામ ભાગોમાં ચોમાસાની શરૂઆત જોવા મળી શકે છે. 20 અને 25 તારીખની વચ્ચે આ તમામ વિસ્તારોમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી શકે છે. આ વર્ષે ચોમાસું સારામાં સારું રહી શકે છે. ગુજરાતમાં આ વર્ષે વાવણી બે રાઉન્ડમાં જોવા મળશે.