ઓગસ્ટ મહિનામાં કેવો પડશે વરસાદ? શું જળ પ્રલય આવશે? વરાપ ક્યારે?અંબાલાલ પટેલે કરી રુવાડા ઊભા કરે એવી આગાહી…

ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી વરસાદ બંધ થવાનું નામ લઇ રહ્યો નથી. ખેડૂતો હવે ગુજરાતમાં મેઘરાજા ખમૈયા કરે તેવી આશા રાખીને બેઠા છે. પરંતુ હજુ પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં કેવો પડશે વરસાદ? શું જળ પ્રલય આવશે? આખરે વરસાદ ગુજરાતમાં આરામ ક્યારે આપશે? તેને લઈને મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે અગાઉ કરેલ આગાહી સાચી પડી છે. જુલાઈ મહિનામાં આ વર્ષે ભરપૂર વરસાદ પડ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર પણ થયું છે. ત્યારે ઓગસ્ટ મહિનામાં પણ એક પછી એક સિસ્ટમો સક્રિય થવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં વાર્ષિક સરેરાશ 60% થી વધુ વરસાદનું થઈ ચૂક્યો છે. બંગાળ અને અરબસાગરમાંથી એક પછી એક સિસ્ટમો સક્રિય થવાના કારણે હજુ પણ આગામી દિવસો દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેશે.

અંબાલાલ પટેલએ આગાહી કરતા જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં ભુમધ્ય મહાસાગરમાં એક સાથે ત્રણ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમને કારણે અરબી સમુદ્રનો તમામ ભેજ ભૂમધ્ય સમુદ્રમાં તો બંગાળની ખાડીનો ભેજ અરબી સમુદ્રમાં ખેંચાવાને કારણે ઓગસ્ટ મહિનામાં વરસાદી સિસ્ટમ જોર પકડી શકે છે અને ભારે વરસાદનું વહન ગુજરાતમાં આવશે. ભૂમધ્ય સમુદ્રમાં એકસાથે ત્રણ સિસ્ટમનો સક્રિય થવાને કારણે પવનનું જોર પણ વધી શકે છે.

અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં એક પછી એક સિસ્ટમો સક્રિય થશે. પ્રથમ 2 થી 4 ઓગસ્ટની વચ્ચે બંગાળની ખાડીમાં પ્રથમ સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે 15 ઓગસ્ટ સુધી ભારે વરસાદી માહોલ યથાવત રહેશે અને ત્યારબાદ 20 ઓગસ્ટની આસપાસ એક અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે સંપૂર્ણ ઓગસ્ટ મહિનામાં વરસાદી માહોલ યથાવત રહેવાની અંબાલાલ પટેલે ધ્રુજાવી મૂકે તેવી આગાહી વ્યક્ત કરી છે.

ગુજરાતમાં વરાપ ક્યારે પડશે તેને લઈને પણ આગાહી કરતા જણાવ્યું છે. ઓગસ્ટ મહિનામાં એક પછી એક સિસ્ટમો સક્રિય થતા ઓગસ્ટ મહિનાના છેક અંતિમ દિવસોમાં થોડોક આરામ મળી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળ પ્રલય જેવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે. જુલાઈ કરતા ઓગસ્ટ મહિનામાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે જેને કારણે નર્મદા અને તાપી નદીના જળ સ્તરમાં વધારો થશે. તો સાથે ઉકાઈ ડેમ અને સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *