જુલાઈ-ઓગસ્ટમાં કેવો પડશે વરસાદ? અંબાલાલ પટેલે કરી ધ્રુજાવી દે એવી આગાહી, તાંબાના પત્રમાં લખી લેજો…
છેલ્લા બે દિવસથી રાજ્યના વાતાવરણમાં સતત ફેરફાર ફારો જોવા મળ્યા છે. ગરમી અને બફારાની વચ્ચે ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે. અંબાલાલ પટેલ દ્વારા હવે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે તેને લઈને ધ્રુજાવી દે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.
જુલાઈ મહિનામાં વરસાદને લઈને અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું છે કે 8 જુલાઈ સુધીમાં ગુજરાતના મહત્તમ ભાગોમાં સારામાં સારો સારો વરસાદ થશે. તો કેટલાક વિસ્તારોમાં જુલાઈ મહિનાની શરૂઆતમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં પણ ફરી એકવાર વરસાદનો મોટો રાઉન્ડ આવવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. ઓગસ્ટ મહિના અંગે અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તાપીના જળ સ્તરમાં વધારો આવી શકે છે.
જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં અને ઓગસ્ટની શરૂઆતમાં હવામાનની વિપરીત અસર રહેવાની અંબાલાલ પટેલે જણાવ્યું છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સારામાં સારો વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે વધુમાં ઓગસ્ટ મહિનાના વરસાદ વિશે વાત કરતા જણાવ્યું છે કે 17 ઓગસ્ટ પછી વરસાદની માત્રામાં ઘટાડો જોવા મળે છે. પરંતુ ત્યારબાદ 23 ઓગસ્ટ પછી વધારે અછત જોવા મળી શકે છે.
પાછતરા વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં દરિયામાં ભારે ચક્રવાત અને પવન ફૂંકાઇ શકે છે. નવેમ્બર મહિનાથી ફરી બંગાળનાં ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થશે. અંબાલાલ પટેલે આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ 101% જેવું રહેવાની આગાહી વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 104% તેનાથી વધુ રહી શકે છે.