રક્ષાબંધન ઉપર કેવો/કેટલો વરસાદ પડશે? શું વાવાઝોડું આવશે? પુર અને જળબંબાકાર થશે? અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી….

ભારતના ઉપરી વિસ્તારોમાં હાલ તબાહી મચાવતો વરસાદ પડી રહ્યો છે. જેમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છેલ્લા બે દિવસથી પડી રહેલ આફતના વરસાદને કારણે 60 લોકોના મૃત્યુ નીપજ્યા છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં આ વખતે રક્ષાબંધન ઉપર વાતાવરણ કેવું રહેશે? કેવો વરસાદ પડશે? તેને લઈને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા 20 દિવસથી વરસાદે આરામ આપ્યો છે. પરંતુ ફરી એક વાર નક્ષત્ર બદલતા ગુજરાતમાં ભુક્કા બોલાવે તેવો વરસાદ પડવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. 21, 22, 23 તારીખમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

ત્યારબાદ 27 થી 30 તારીખની વચ્ચે રક્ષાબંધન ઉપર ગુજરાતમાં વરસાદનું મોટું જોરદાર વહન આવવાની પણ અંબાલાલ પટેલે શક્યતાઓ આપી છે. મઘા નક્ષત્રમાં આ વર્ષે સારા વરસાદના યોગ દેખાઈ રહ્યા છે. 27 થી 30 ઓગસ્ટ વચ્ચે ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલે આપી છે. આ સાથે 27 થી 30 દરમિયાન રક્ષબંધન પર ભારેથી અતિ ભારે વરસાદ પડશે. જેને લીધે પુર અને જળબંબાકાર પણ થઈ શકે છે.

અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં આગામી દિવસોમાં ઉપરા ઉપરી સિસ્ટમો સક્રિય થશે. જેના કારણે રાજ્યમાં 28 થી 30 ઓગસ્ટની વચ્ચે સારામાં સારો વરસાદ પડી શકે છે. 21 થી 24 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે. સાથે 27 થી 30ની વચ્ચે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે.

આ વર્ષે એકંદરે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં સારા વરસાદના યોગ જોવા મળી રહ્યા છે. રક્ષાબંધન ઉપર તીવ્ર વરસાદી માહોલ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના મતે 5 ઓક્ટોબરે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવનનું જોર રહેશે, તો 16મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં હોવાનું હળવું દબાણ ઉભુ થશે. એટલુ જ નહી, 18, 19 અને 20ના રોજ વાવાઝોડાની શક્યતા છે. અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં વાવાઝોડું આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *