2025નું ચોમાસું કેટલાં આની થશે? ક્યારે વાવણી થશે ? કેટલો વરસાદ? અંબાલાલ પટેલે કરી આગોતરી આગાહી…
2025નું વર્ષ શરૂ થતાની સાથે જ વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. આ વર્ષે શિયાળામાં અને ઉનાળામાં પણ કમોસમી વરસાદ અને માવઠા જોવા મળ્યા છે. તો હવે માવઠા બાદ ફરી કાળજાળ ગરમી સમગ્ર રાજ્યમાં લોકોને પરેશાન કરી રહી છે. ત્યારે હવે રાજ્યના ખેડૂતો ચોમાસું ક્યારે આવશે? કેવું રહેશે ? આ વર્ષે ચોમાસુ કેટલા આની થશે? તેની રાહ જોઈ રહ્યા છે પરંતુ ખેડૂતો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વર્ષ કેવું રહેશે તેને લઈને મોટું અનુમાન લગાવ્યું છે.
રાજ્યના વાતાવરણમાં આજથી ઘણા ફેરફારો જોવા મળ્યા છે. બે દિવસથી પડી રહેલ કાળજાળ ગરબી બાદ હવે વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું છે. વહેલી સવારે કાળા ડિબાગ વાદળો આકાશને ઘેરી વળ્યા છે. વહેલી સવારે આકાશ માં વાદળો બંધાય છે અને બપોરના સમયે અદ્રશ્ય થતા હોય છે. વહેલી સવારે આકાશમાં દેખાતા વાદળો ચોમાસા માટે સંકેતો આપતા હોય છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ બધા સંકેતો પ્રિ મોનસુન એક્ટિવિટી તરીકે ઓળખાય છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવે છે કે હાલ વૃક્ષોને નવી કુપળો આવી રહી છે. એટલે કે વૃક્ષો જમીનમાંથી ભેજ ગ્રહણ કરે છે. ગરમી પડવાના કારણે સમુદ્રમાંથી બાષ્પીભવનને કારણે વરાળ ઉપર ચડે છે અને પહેલા ઝાકરી વાદળો બંધાવવાનું શરૂ થાય છે. આ વાદળો સવારના સમયે આકાશ ઉપર બંધાતા હોય છે. અને બપોરે તૂટી જતા હોય છે. ચોમાસાની શરૂઆત માટે અનેક પરિબળો જોવામાં આવતા હોય છે.
જેમાં પવનને ગતિ અને દિશા, તાપમાન, ભેજનું પ્રમાણ, સમુદ્રનું તાપમાન અને સમુદ્રની હલચલને આધારે ચોમાસું ક્યારે આવશે તેને લઈને સચોટ તારણ કાઢવામાં આવે છે. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પવનની દિશા અને વાતાવરણમાં થતા ફેરફારોની સાથે નક્ષત્રોનો અભ્યાસ કરીને વર્ષા વિજ્ઞાનનો અભ્યાસ દ્વારા ચોમાસાને લઈને સચોટ તારણો જાહેર કરતા હોય છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસુ મધ્યમથી સારું રહેશે. રોહિણી નક્ષત્રમાં સારો વરસાદની શક્યતા રહેલી છે. આ વર્ષે ચોમાસાની વ્યુરચના કંઈક અલગ પ્રકારની રહેવાની શક્યતા છે. જેને કારણે ચોમાસુ 90થી 90 ટકા રહશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું છે કે ખેડૂતોને આ વર્ષે ચિંતા કરવાની જરૂર નથી. 2025નું ચોમાસુ સારામાં સારું રહેશે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ પડ્યો છે જે વેસ્ટર્ન ડિસ્ટમ્બર્સને કારણે થયો હતો. આ વર્ષે ચોમાસુ એકંદરે 10 આની રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. તો વધુમાં રોહિણી નક્ષત્રના અંતિમ પાયામાં સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક સારામાં સારો વરસાદ પડી શકે છે.