આ વર્ષે જન્માષ્ટમી ઉપર કેવો/કેટલો વરસાદ પડશે? કેટલી સિસ્ટમ? કેટલો વરાપ? અંબાલાલ પટેલે કરી ધ્રુજાવી મૂકે એવી આગાહી…
ગુજરાતમાં છેલ્લા 30 વર્ષમાં રેકોર્ડ બ્રેક આ વર્ષે ઓગસ્ટ મહિનો સંપૂર્ણ રીતે કોરો જોવા મળ્યો છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડ્યો પરંતુ મધ્ય ભાગમાં વરસાદ ખેંચાતા ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હજુ પણ આગામી દિવસોમાં જો વરસાદ ન થાય તો ખેડૂતોની સ્થિતિ કફોડી જોવા મળશે. ગુજરાતમાં 75% થી વધારે હેક્ટરમાં ચોમાસુ વરસાદ હેઠળ ખેતી કરવામાં આવે છે. જરૂરિયાત સમયે જો વરસાદ ન થાય તો ઉભો પાક સુકાઈ શકે છે. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જન્માષ્ટમી ઉપર સારા વરસાદના યોગ વ્યક્ત કર્યા છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર સપ્ટેમ્બર મહિનાના શરૂઆતથી જ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સક્રિય થશે. જેને કારણે નિષ્ક્રિય થયેલું ચોમાસુ ફરી એકવાર સક્રિય થવાના સંકેતો જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 4 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે એટલે કે જન્માષ્ટમીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદનું વહન આવી શકે છે.
આ વર્ષે અલીનોની અસરને કારણે ઓગસ્ટ મહિનામાં ક્યાંય પણ ભારે વરસાદ જોવા મળ્યો નથી. પરંતુ હવે આયોની પોઝિટિવ થવા જઈ રહ્યો છે જેને કારણે અંબાલાલ પટેલે જન્માષ્ટમી ઉપર ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. જુલાઈ મહિનાના વરસાદની યાદ સપ્ટેમ્બર મહિનો અપાવી શકે છે એવું પણ તેમણે કહ્યું છે.
પ્રથમ બંગાળની ખાડીની સિસ્ટમ વિશે વાત કરીએ તો 4 સપ્ટેમ્બરથી જ બંગાળની ખાડી તીવ્ર રીતે સક્રિય થશે. જેને કારણે એક સાયક્લોન ટ્રફ સક્રિય થશે. આ ટ્રફ ગુજરાત સુધી લંબાઇ શકે છે. આ ટ્રફને કારણે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક સારામાં સારો ભારે વરસાદ પડી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં હજુ વરાપ જોવા મળી શકે છે.
બંગાળની ખાડીમાં સિસ્ટમ બાદ અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ સક્રિય થશે. એક સાથે બે સિસ્ટમો સપ્ટેમ્બર મહિનાના શરૂઆતમાં જ ગુજરાતમાં ભારે વરસાદનું વહન લાવશે. 4 થી 10 સપ્ટેમ્બર ની વચ્ચે સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણના ગુજરાતના ભાગો તથા કચ્છના ભાગોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.