સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં કેવો/કેટલો વરસાદ પડશે? કેટલી સિસ્ટમ? શું હવે ચોમાસું કોરું જશે? અંબાલાલ પટેલની ધબકારા વધારે એવી આગાહી…
ગુજરાતમાં આ વર્ષે જુલાઈ મહિનામાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો હતો. અને ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં જાણે મેઘરાજા નારાજ થયા હોય તેવું લાગી રહ્યું હતું. ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી વરસાદનું એક ટીપું જોવા મળ્યું નથી. જેને કારણે ગુજરાતના ખેડૂતોની હાલ સ્થિતિ કફોડી બની છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઉભો પાક સુકાઈ રહ્યો છે. ત્યારે હવે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં કેવો/કેટલો વરસાદ? કેટલી સિસ્ટમ? શું હવે ચોમાસું કોરું જશે? તેને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
ઓગસ્ટ મહિનામાં આ વર્ષે ચોમાસુ ધરી દેશના ઉપરી ભાગમાં રહેતા મધ્યમ અને સાઉથ ભાગમાં વરસાદની અછત જોવા મળી છે. હાલ સમગ્ર દેશમાં ચોમાસુ નિષ્ક્રિય થયું હોય તેવા સંકેતો મળી રહ્યા છે. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં બંગાળની ખાડી અને અરબી સમુદ્ર કંઈક અંશે સક્રિય થશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે. જેને કારણે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં મધ્યમથી હળવો વરસાદ પડશે અને ત્યારબાદ બીજા અઠવાડિયાથી વરસાદનું જોર ગુજરાત સહિત સમગ્ર દેશમાં વધી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષે અલનીનોની અસરને કારણે ચોમાસું કંઈક અલગ પ્રકારનું જોવા મળ્યું છે. હજુ પણ આગામી દિવસોમાં તેની અસરને કારણે વરસાદ લંબાઇ શકે છે. તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ચાર સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. તો આ સાથે જ વીજ નિષ્ણાતો એમ પણ કહી રહ્યા છે કે સપ્ટેમ્બર મહિનો પણ સુકો રહી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં બંગાળની ખાડી ફુલ સક્રિય થશે. જેને કારણે 6 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં એક ભારે વરસાદનું વહન આવી શકે છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફક્ત છૂટો છવાયોથી મધ્યમ વરસાદ પડશે ભારે વરસાદની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. આગામી દિવસોમાં ગુજરાતમાં બફારો અને ગરમીનું પ્રમાણ વધી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં ચોમાસું સંપૂર્ણ રીતે નિષ્ક્રિય પણ રહી શકે છે.