શ્રાવણથી ભાદરવા સુધી કેવો/કેટલો વરસાદ પડશે? કેટલી સિસ્ટમ? કેટલો વરાપ? અંબાલાલ પટેલની નવી નકોર આગાહી…

સમગ્ર ગુજરાતમાં અત્યારે સુધીમાં સીઝનનો સરેરાશ 93% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં દાહોદ અને ગાંધીનગરમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. હાલ અધિક શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તે હવે બસ પૂર્ણ થવાનો છે. અને ત્યારબાદ મુખ્ય શ્રાવણ માસની શરૂઆત થશે. આ શ્રાવણ માસથી લઈને ભાદરવા સુધી કેવો અને કેટલો વરસાદ પડશે? કેટલી સિસ્ટમો સક્રિય થશે? કેટલો વરાપ? તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી શક્યતાઓ આગાહી આપવામાં આવી છે.

પ્રથમ હાલની સ્થિતિ વિશે વાત કરીએ તો બંગાળની ખાડીમાંથી જે વેલમાર્ક સિસ્ટમ સક્રિય થઈ હતી. તે હવે ઉત્તર પ્રદેશ અને પૂર્વ ભારતના વિસ્તારોમાં ફંટાઇ છે. જેને કારણે હાલ ચોમાસું હિમાલયની તળેટીઓ ઉપર સ્થિર છે. ગુજરાતથી ઘણી દૂર ચોમાસુ રેખા જોવા મળી છે. જેને કારણે ઓગસ્ટ મહિનાના શરૂઆતથી જ ગુજરાતમાં વરસાદે વિરામ જાહેર કર્યો છે. પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 15 ઓગસ્ટ પછી વાતાવરણમાં એકાએક ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

ભૂમદ્ય મહાસાગર તરફ એક ટ્રોપિકલ સ્ટ્રોમ બનવાની શક્યતા રહે, આ ટ્રોપિકલ સ્ટ્રોમ અસર તળે બંગાળ ઉપસાગરનો ભેજ ખેચાઈ શકે છે. જેની સીધી અસર પશ્ચિમી ભારતના ભાગો પર પડી શકે છે. જ્યાં સુધી પૂર્વ ભારતમાં વર્ષા છે ત્યાં સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ ઓછો રહી શકે છે. તેમણે વધુમા જણાવ્યું કે, તારીખ 12થી ઉત્તર પૂર્વીય ભારતમાં વાતાવરણ બદલાવાની શક્યતા રહે જેથી તેની થોડી ઘણી અસર ગુજરાતના ભાગો પર થઇ શકે છે.

હાલ આશ્લેશા નક્ષત્ર ચાલી રહ્યું છે. 17 ઓગસ્ટથી સૂર્યનો મઘા નક્ષત્રમાં પ્રવેશ થશે. મઘા ક્ષેત્રના શરૂઆતથી જ બંગાળની ખાડીમાં ટ્રોપિકલ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરી છે. જેને કારણે 17 ઓગસ્ટ થી 21 ઓગસ્ટની વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદનું વહન આવી શકે છે. જેની અસરથી 30 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી 17 તારીખ સુધી ગુજરાતમાં સંપૂર્ણ વરાપ જોવા મળી શકે.

ત્યારબાદ સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં 8 થી 15 સપ્ટેમ્બરની વચ્ચે એટલે કે શ્રાવણ માસ ઉતરતા ફરી એકવાર ભારે વરસાદનું વહન ગુજરાતમાં આવશે. આ વાહનો ગુજરાતમાં અતિવૃષ્ટિ કરી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. શ્રાવણથી ભાદરવા સુધી પાંચ સિસ્ટમો સક્રિય થવાની શક્યતા છે. ત્યારબાદ ભાદરવા મહિનાના શરૂઆતમાં વરસાદ થોડોક ખેંચાઈ શકે છે. પરંતુ મહિનાના અંતમાં ફરી એકવાર વાવાઝોડા સાથે ભારે વરસાદ થઈ શકે છે. આ માહિતીને આગળ મોકલ જો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *