ઓક્ટોબર મહિનામાં કેવો/કેટલો વરસાદ પડશે? શું પુર/વાવાઝોડું આવશે? અંબાલાલ પટેલે આપી રુવાડાં ઊભા કરે એવી આગાહી…
સમગ્ર ગુજરાતમાં હાલ ગરમીનો માહોલ જામ્યો છે તો કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે. સતત ગરમીને કારણે લોકો ત્રાહિમાન થયા છે. આવી સ્થિતિમાં હવે ઓક્ટોબર મહિનામાં કેવો અને કેટલો વરસાદ પડશે? શું વાવાઝોડું ત્રાટકશે? તેને લઈને હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હાલ બંગાળની ખાડી માંથી સક્રિય થયેલ સિસ્ટમ ગુજરાતમાં તબાહી મચાવી મચાવી શકે છે પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 25 થી 24 સપ્ટેમ્બરની વચ્ચે બીજી એક ઘાતક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમ પણ ગુજરાતમાં પૂર અને જળબંબાકાર કરી શકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સપ્ટેમ્બર મહિનાના હવે બાકીના દિવસો ભરપૂર વરસાદી માહોલ રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. અને ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં પણ વરસાદી માહોલ કેવો રહેશે તેનું અનુમાન અંબાલાલ પટેલે અગાઉ લગાવ્યું છે. તે મુજબ 10 ઓક્ટોબરથી બંગાળની ખાડીમાં મોટા ચક્રવાતો સક્રિય થવાની આગાહી આપી છે. ઓક્ટોબર મહિનામાં બંગાળની ખાડી ખુબ જ વલોવાશે. જેના કારણે એક પછી એક મોટા વાવાઝોડા સક્રિય થવાની રૂવાડા ઊભા કરે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
10 ઓક્ટોબરથી બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શરૂઆત થશે. જેને કારણે 17 થી 18 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિ ભારે તોફાની પવન ફૂંકાશે છે. જેના લીધે તૈયાર પાકને નુકસાન થઈ શકે છે. અને ત્યારબાદ 26 ઓક્ટોબર આજુબાજુ પણ બંગાળની ખાડીમાં બીજા નાના મોટા ચક્રવાતો ઉત્પન્ન થશે જેને કારણે ગુજરાતમાં કપાસના પાકમાં મોટી નુકસાની થશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઓક્ટોબર મહિનામાં અંબાલાલ પટેલે ભારે વરસાદના યોગ વ્યક્ત કર્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આફતનો વરસાદ પડી શકે છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસાના અંતિમ દિવસોમાં તીવ્ર વરસાદી માહોલ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વરસાદી માહોલ છેક નવરાત્રી અને દિવાળી સુધી જોવા મળી શકે છે. ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ ખરાબ અને માઠા સમાચાર ગણી શકાય છે. માહિતીને વધુમાં વધુ શેર કરજો.