ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન કેવો/કેટલો વરસાદ પડશે? ચોમાસુ ક્યારે વિદાય લેશે? શું વાવાઝોડું આવશે? પરેશ ગોસ્વામીએ કરી ચોંકાવનારી આગાહી…
સમગ્ર રાજ્યમાં આ વર્ષે સરેરાશ વાર્ષિક 104% જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદની દ્રષ્ટિએ આ વર્ષે ચોમાસું સામાન્ય રહ્યું છે. મોટા ભાગનો વરસાદ આ વર્ષે જૂન અને જુલાઈમાં નોંધાયો છે. જ્યારે ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ પડ્યો છે. ત્યારબાદ સપ્ટેમ્બર મહિનાના મધ્યમાં 30 થી 40 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. હવે રાજ્યમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
તો બીજી તરફ ચોમાસું હવે અંતિમ તબક્કામાં છે. ત્યારે પરેશ ગોસ્વામી દ્વારા નવરાત્રી દરમિયાન કેવો અને કેટલો વરસાદ પડશે? ચોમાસુ ક્યારેય વિદાય લેશે? શું વાવાઝોડું આવશે કે નહીં? તેને લઈને ચોંકાવનારી આગાહી વ્યક્ત કરી છે. પરેશ ગોસ્વામીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે ચોમાસાનું આગમન કેરળમાંથી થાય છે. અને ત્યારબાદ મહારાષ્ટ્ર થઈને દક્ષિણ ગુજરાત અને છેલ્લે બનાસકાંઠા અને કચ્છમાં વરસાદની શરૂઆત થતી હોય છે. આવી સ્થિતિમાં ગુજરાતમાંથી સૌપ્રથમ ચોમાસાની વિદાય કચ્છ અને બનાસકાંઠા માંથી શરૂ થાય છે.
રાજ્યમાં ચોમાસાની વિદાયની શરૂઆત ત્યારબાદ એકાદ અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાંથી ચોમાસુ વિદાય લેતું હોય છે ત્યારે ગુજરાતમાંથી હવે 24 કલાકમાં બનાસકાંઠાના કચ્છમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થાય તેવું અનુમાન પરેશભાઈ દ્વારા લગાવવામાં આવ્યું છે. આ અનુમાન મુજબ 8 અને 9 ઓક્ટોબર સુધીમાં સમગ્ર રાજ્યમાંથી ચોમાસુ વિદાય લેશે. ત્યારબાદ થતો વરસાદ માવઠાનો વરસાદ ગણવામાં આવે છે.
પરેશ ગોસ્વામીએ 3 થી 8 ઓક્ટોબરની વચ્ચે છૂટો છવાયો વરસાદની આગાહી કરી છે. તો આ સાથે નવરાત્રીમાં પણ તેમણે વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાંથી ચોમાસું તો વિદાય લેશે પરંતુ મેઘરાજા વિદાય લેશે નહિ. નવરાત્રીમાં મોટાભાગના વિસ્તારમાં વાતાવરણ સૂકું રહેવાનું પણ તેમણે અનુમાન લગાવ્યું છે. એકાદ બે વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદના ઝાપટાં થઈ શકે છે.
ઓક્ટોબર મહિનામાં વાવાઝોડા વિશે પણ તેમણે અનુમાન લગાવતા જણાવ્યું છે કે મારા અનુમાન અનુસાર ગુજરાતમાં હાલ ચક્રવાતી કોઈપણ સિસ્ટમ સક્રિય દેખાઈ રહી નથી. ગુજરાતમાં હાલ વાવાઝોડાનું કોઈ સંકટ દેખાઈ રહ્યું નથી. તો બીજી તરફ અંબાલાલ પટેલે ઓક્ટોબર મહિનામાં 7 તારીખ પછી ખૂંખાર વાવાઝોડા સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે. હવે કોની આગાહી સાચી પડશે તે આવવાનો સમય નક્કી કરશે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.