ઘરો પાણીમાં ડૂબશે તૈયાર રહેજો, ગુજરાતના આ ભાગોમાં પડશે હિમાચલ જેવો ભયંકર વરસાદ, અંબાલાલ પટેલની વિનાશક આગાહી…

ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. જુલાઈ મહિનામાં આ વર્ષે છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ 83% સુધી પડી ચૂક્યો છે. હજુ પણ ઓગસ્ટ મહિનામાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિના માટે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી દીધી છે. ઓગસ્ટ મહિનામાં બંગાળના ઉપસાગરમાં એક પછી એક ઘાતક સિસ્ટમો સક્રિય થશે.

ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં બંગાળના ઉપસાગરમાં ભારે વમળો અને 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ ભેજવાળા પવનને કારણે ગુજરાતમાં તીવ્ર વરસાદી વહન આવી શકે છે. ગુજરાતમાં 10 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે પવન ફૂંકાશે. તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર દેશના પૂર્વ ભાગમાં બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામમાં પણ આ સિસ્ટમની તીવ્ર અસર થશે. ઓગસ્ટ મહિનાના શરૂઆતથી જ અંબાલાલ પટેલે કહ્યું છે કે ધીમે ધીમે વરસાદનું જોર વધતું જોવા મળશે અને 8 ઓગસ્ટથી ગુજરાતમાં જોરદાર વરસાદનું વહન આવશે. જેને કારણે મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, આહવા, ડાંગ, સુરત, નવસારી, ભરૂચ અને સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ચારથી વધારે ઇંચ પણ વરસાદ પડી શકે છે.

વધુમાં અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનાની આગાહી કરતા જણાવ્યું છે કે 8 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો જોવા કે પંચમહાલ, દાહોદ, ગોધરા, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ પડશે. સાથે સાબરમતી નદી, નર્મદા નદી અને તાપી નદીના પ્રવાહમાં એકદમ વધારો થવાની શક્યતા આપી છે. આ સિસ્ટમ પૂર્ણ થયા બાદ 12 થી 13 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ફરી એકવાર વરસાદનું વહન આવશે. જે 16 અને 17 તારીખ સુધી ભારે વરસાદ વરસાવી શકે છે.

ખેડૂતો માટે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 17 ઓગસ્ટ પછી મઘા નક્ષત્રમાં થતો વરસાદ કૃષિ પાક માટે સારું ગણાય છે. મઘા નક્ષત્રમાં પડતું વરસાદી પાણી આખા વર્ષ માટે પણ સંગ્રહ કરી શકાય છે. આ સિસ્ટમ બાદ 13 ઓગસ્ટ પછી પણ એક મોટું વરસાદનું વાહન આવશે. જે 27 થી 30 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસાવી શકે છે. સતત વરસાદને કારણે ગુજરાતમાં સોયાબીન અને કપાસના પાકને મોટી માત્રામાં નુકસાની થઈ છે. હવે ખેડૂતો મેઘરાજાની વિરામની રાહ જોઈ રહ્યા છે. પરંતુ અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદની આગાહી આપી ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *