તાશના પત્તાની જેમ મકાનો તણાશે, આદ્રા નક્ષત્રમાં ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે 20-20 ઇંચ વરસાદ, અંબાલાલે કરી ધબકારા વધારે એવી આગાહી…
રાજ્યના કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છૂટા છવાયા ઝાપટા પડી રહ્યા છે તો કેટલાક વિસ્તારોમાં ભારે ગરમી જોવા મળી રહી છે. ગુજરાતના ખેડૂતો અને જનતા હવે ચોમાસાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ અંબાલાલ પટેલ દ્વારા નક્ષત્ર બદલાતા ભુકા કાઢે એવા ભારે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 22 જૂનના રોજ મૃગશીર્ષ નક્ષત્ર પૂર્ણ થશે ત્યાર બાદ સૂર્યનો હવે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ થશે ત્યારે વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળશે. સૂર્યનો જ્યારે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ થયો છે ત્યારે તેનું વહન ઘેટાનું છે. આદરા નક્ષત્રની શરૂઆત થતાની સાથે જ બંગાળની ખાડીમાં એક ભારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જે 26 જૂન પછી ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલ આવેલ વેલ માર્ક સિસ્ટમ ગુજરાતમાં ચોમાસુ લાવી શકે છે.
નેઋત્યનું ચોમાસુ હવે ગુજરાતના બારણે ટકોરા મારી રહ્યું છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે બદલાતા હવામાનની ગંભીર અસરને કારણે આ વર્ષે ચોમાસાની પર્ટનમાં બદલાવો જોવા મળ્યા છે. આદ્રા નક્ષત્રમાં રાજ્યના આ જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદ થઈ શકે છે. જેને લઇને મોટું અનુમાન અંબાલાલ પટેલે લગાવ્યું છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલ સિસ્ટમ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે.
અંબાલાલ પટેલે આગામી બે દિવસમાં ગુજરાતના મોટાભાગનાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારબાદ 26 જુન પછી દક્ષિણ ગુજરાત સહિત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. ત્યારબાદ 30 જૂનથી ત્રણ જુલાઈ સુધીમાં કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં નદીઓમાં પૂર આવે તેવા ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે. આ વર્ષે આદરા નક્ષત્રમાં ભરપુર વરસાદ પડશે.
અંબાલાલ પટેલે આદરા નક્ષત્રને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેવા કે વલસાડ, નવસારી, સુરત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જોવા કે જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, કચ્છ અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ 20-20 ઇંચ વરસાદ પડી શકે છે.