કીડી મંકોડાની જેમ મકાનો તણાશે, 1થી 4 ઓગસ્ટમાં ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે 30-30 ઇંચ વરસાદ, હવામાન વિભાગની તબાહીની આગાહી…
આજે ગુજરાતમાં મેઘરાજાએ પોરો ખાધો હોય તેમ અમુક ભાગમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડશે જ્યારે 2જી ઓગસ્ટથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં 30 ઇંચ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
- 1 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
2 ઓગસ્ટના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગૈર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
૩ ઓગસ્ટના રોજ ભાવનગર, નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, સુરત, નર્મદામાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
4 ઓગસ્ટના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.