મઘા નક્ષત્રમાં અશ્વનું વાહન મચાવશે તબાહી, કેવો/કેટલો વરસાદ પડશે? અંબાલાલ પટેલે કરી આંખો ફાડી નાખે એવી આગાહી…
સૂર્યનારાયણનો મઘા નક્ષત્રમાં શુભ પ્રવેશ તારીખ 17/8/2023ના રોજ ગુરુવારે બપોરે 1:00 વાગેને 33 મિનિટે થશે. મઘા નક્ષત્ર દરમિયાન વાહન ઘોડાનું રહશે. વર્ષની શરૂઆત થઈ ત્યારે જ અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસાને લઈને મોટા અનુમાનો વ્યક્ત કર્યા હતા. તે મુજબ ઘણા અનુમાનો સાચા ઠર્યા છે. આગામી દિવસોમાં ચોમાસું હજુ આકરૂ બની શકે છે. આ વર્ષે મઘા નક્ષત્રમાં ઘોડાનું વાહન રાજ્યના આ ભાગોમાં જળપ્રલય લાવી શકે છે તેને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે.
ઓગસ્ટ મહિનાના શરૂઆતથી જ ગુજરાતમાં વરસાદનું જોર ધીમું પડ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મઘા નક્ષત્રમાં ફરી એક વાર ગુજરાતમાં વરસાદી માહોલ સક્રિય થશે. તેને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં 15 ઓગસ્ટ પછી વરસાદનું જોર ધીમે ધીમે વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને કારણે આશ્લેશા નક્ષત્રની અંતમાં અને મઘા નક્ષત્રની શરૂઆતમાં ઘોડાનું વાહન ગુજરાતના આ વિસ્તારોમાં જળ પ્રલય કરી શકે છે.
ગ્રહો અને વિશિષ્ટ પરિસ્થિતિને કારણે અંબાલાલ પટેલે મઘા નક્ષત્ર દરમિયાન બંગાળની ખાડીમાં ટ્રોપિકલ સ્ટ્રોંમ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સિસ્ટમને કારણે મઘા નક્ષત્ર દરમ્યાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 17 થી 21 ઓગસ્ટની વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવશે. આ વર્ષે મઘા નક્ષત્ર દરમિયાન સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર મઘા નક્ષત્ર દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેવા કે નવસારી, વલસાડ, ડાંગ, સુરત, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ કે અમદાવાદ, ખેડા, ગાંધીનગર, વડોદરા, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો જોવા કે સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ, મહીસાગર, સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓ જેવા કે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં મઘા નક્ષત્ર દરમિયાન સૌથી વધારે આફતનો વરસાદ પડશે.
મઘા નક્ષત્રમાં ઘોડાનું વાહન હોવાને કારણે આ વર્ષે સૌથી વધારે વરસાદ પડવાનું એલાન અંબાલાલ પટેલે આપ્યું છે. ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતમાં આપત્તિનો વરસાદ પડી શકે છે. જેના કારણે સરદાર સરોવર ડેમ અને ઉકાઈ ડેમ ઓવરફ્લો થશે જેથી નીચાણ વાળા વિસ્તારોમાં જળબંબાકાર અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થશે. આ માહિતીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો.