17,18 અને 19 જુલાઇમાં ગુજરાતના આ જિલ્લાઓમાં પવન સાથે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની મોટી આગાહી…

રાજ્યમાં છેલ્લા 15 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં બે દિવસથી આંશિક આરામ આપ્યો છે. પરંતુ ફરી એકવાર તારીખ 17 18 19 જુલાઈમાં ભારે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં વાર્ષિક સરેરાશ 53 ટકા વરસાદ વરસ્યો છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ મોટાભાગના જળાશયો ઓવર ફ્લો થયા છે.

આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદના કારણે ખેડૂતોને વાવણી કરવામાં સરળતા રહી હતી. પરંતુ ત્યાર પછી વરસાદ બંધ થવાનું નામ લઇ રહ્યો નથી. હાલ ઉગેલો નવજાત પાક વધારે પડતા પાણીને કારણે નષ્ટ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં રાજ્યમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેને કારણે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સિસ્ટમને કારણે આગામી પાંચ દિવસ મેઘરાજા ગુજરાતમાં તોફાની બેટિંગ કરી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમને કારણે 17 થી 19 જુલાઈ સુધીમાં આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં 17 જુલાઈએ અમદાવાદ, અમરેલી, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, સુરત, દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે.

18 જુલાઈએ પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, આણંદ, ખેડા, અમદાવાદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, વલસાડ, તાપી, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર 19 જુલાઈએ પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, બોટાદ, મહેસાણા, પોરબંદર, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, વલસાડ, તાપી, નર્મદા, નવસારી, ભરૂચ, અંકલેશ્વર, રાજકોટ, કચ્છ, દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *