ઓગસ્ટ મહિનાના શરૂઆતમાં આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન નિષ્ણાત રમણિક વામજાએ કરી મોટી આગાહી…
રાજ્યમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે. ત્યારે હવામાન નિષ્ણાત રમણીકભાઈ વામજા દ્વારા અંબાલાલ પટેલની જેમ જ એક મોટી આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં કેવો વરસાદી માહોલ રહેશે તેને લઈને મોટું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં 2 થી 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે.
રમણીકભાઈ વામજાએ ઓગસ્ટ મહિને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે જામનગર જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં સૌથી ભારે વરસાદ પડી શકે છે. ખેડૂતો માટે પણ તેમણે અનુમાન લગાવતા જણાવ્યું છે કે શિયાળુ પાક આ વર્ષે સારો થશે. જેમાં મગફળી, અડદ, એરંડા, મગ અને સોયાબીનના પાકોમાં સારામાં સારું ઉત્પાદન આ વર્ષે આવી શકે છે.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન આગાહી કરતા જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાની 2 થી 6 તારીખની વચ્ચે કેટલાક વિસ્તારોમાં એક સાથે બે ઇંચ થી પાંચ ઇંચ જેટલો વરસાદ ખબકી શકે છે. જ્યારે જામનગર જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડવાનું મોટું અનુમાન વ્યક્ત કર્યું છે. ત્યારે 3 તારીખથી સૂર્યનો આશ્લેશા નક્ષત્રમાં પ્રવેશ થતા ગુજરાતમાં બીમારીનું પ્રમાણ પણ વધી શકે છે. માખી અને મચ્છરનો ઉપદ્ર પણ મોટી માત્રામાં થશે.
જેમ જેમ ઓગસ્ટ મહિનો પસાર થશે તેમ વીછી કરડવાનું પ્રમાણ પણ વધારે રહેશે. આ વર્ષે મગફળી, અડદ, એરંડાનો પાક સારામાં સારો આવી શકે છે. સોયાબીન અને અન્ય પાકો માટે પણ આ વર્ષે ઉત્પાદન ખૂબ જ સારું આવી શકે છે. તો રમણિક વામજાએ સમગ્ર ચોમાસાને લઈને વાત કરતા જણાવ્યું કે આ વર્ષે નવરાત્રીમાં, ભાદરવા મહિનામાં હાથિયો નક્ષત્ર બેસે છે. આ નક્ષત્ર દરમિયાન કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે વરસાદ થઈ શકે છે.
આ વર્ષે ચોક્કસ પહેલા અને બીજા નોરતા દરમિયાન ધોધમાર વરસાદ પડી શકે છે. ગરબા ખેલૈયાઓ માટે આ એક ખૂબ જ ખરાબ સમાચાર ગણી શકાય છે. તો ખેડૂતો માટે પણ ખૂબ જ ચિંતાજનક માહિતી કહેવાય. કારણકે નવરાત્રી દરમિયાન ખરીફ પાક ઉત્પાદનની અણી ઉપર હોય છે. આ સમયે જો વાવાઝોડું અને વરસાદ થાય તો તૈયાર પાકને મોટી માત્રામાં નુકસાની થતી હોય છે.