સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ મચાવશે તબાહી, અશોક પટેલની આભ ફાડે તેવી આગાહી….

સમગ્ર ગુજરાત આગામી પાંચ દિવસ ભારે વરસાદના રડારમાં આવવાનું છે. જેને લઈને આજે હવામાન વિભાગ દ્વારા પણ મોટી આગાહી વ્યકત કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં વરસાદના નવા ઘાતક રાઉન્ડની અશોકભાઈ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. આ લેખમાં અમે તમને અશોકભાઈ પટેલે કરેલી આગાહી વિશે વિગતવાર માહિતી જણાવીશું.

અશોકભાઈ પટેલની આગાહી અનુસાર ગુજરાત રાજ્ય ઉપર અને લાગુ અરબી સમુદ્ર ઉપર 3.1 કિલોમીટરના લેવલનું એક યુએસી સક્રિય થવા જઈ રહ્યું છે. જેને કારણે ગુજરાતમાં ઘાતક વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે. ચોમાસુ ધરી નોર્મલ અથવા અમુક દિવસ પશ્ચિમ છેડો દક્ષિણ તરફ એન્ડ નોર્થ ગુજરાત સુધી આવી શકે છે. જે 1.5 કિલોમીટરના લેવલમાં હશે.

અરબી સમુદ્રમાં ઉપર જે સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. જેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય ઉપર રહેવાની શક્યતા છે. જેને કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વધુમાં તેમણે બંગાળની ખાડી બાજુ એક બીજી સર્ક્યુલેશન સિસ્ટમને લઈને પણ આગાહી વ્યક્ત કરી છે. આ સક્રિય સિસ્ટમને કારણે ટ્રફ મોન્સૂન દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી આગામી દિવસોમાં સક્રિય રહશે. જેના કારણે અશોકભાઈ પટેલે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારા વરસાદના નવા રાઉન્ડની શક્યતા વ્યક્ત કરી છે.

તો કેટલાક વિસ્તારોમાં એકથી વધુ રાઉન્ડમાં પણ વરસાદ વરસી શકે છે. અશોકભાઈ પટેલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છના 50% વિસ્તારમાં આગાહી સમય દરમિયાન અમુક દિવસે ભારે વરસાદની શક્યતા. જેમાં કુલ વરસાદ 50 mm સુધી પડી શકે છે. બાકીના 50% વિસ્તારોમાં 18 થી 25 જુલાઈની વચ્ચે 100 mm સુધી અતિ ભારે વરસાદની આગાહી અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

જ્યારે કેટલાક વિસ્તારોમાં 200 mmથી પણ વધારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં 60 mm અને 50% વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેને કારણે 120 mm સુધી તીવ્ર વરસાદી માહોલ સક્રિય થઈ શકે છે. 18 થી 25 જુલાઈની વચ્ચે ગુજરાતમાં સાર્વત્રિક સારામાં સારો વરસાદ પડી શકે છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં અને મોટી નદીઓમાં પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *