ભયંકર વરસાદની આ આગાહી સાંભળીને ઉડી જશે તમારી ઉંઘ! હવામાન વિભાગે રાજ્યના આ જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ કર્યું જાહેર…

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદી માહોલ સક્રિય થયો છે. રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 108 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી છે. ત્યારે હવે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં એક નવું સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. જેને કારણે હવામાન વિભાગ દ્વારા આ 3 જિલ્લાઓમાં રેડ અને આ 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આ આગાહી સાંભળીને તમારી ઊંઘ ઊડી જશે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલ સિસ્ટમને લીધે ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. રાજ્યના વાતાવરણમાં એકાએક ભેજનું પ્રમાણ વધી જતા થન્ડરસ્ટોમ એક્ટિવિટી સક્રિય થઈ છે. આ એક્ટિવિટીના કારણે ગુજરાતમાં 78 જુલાઈ થી 22 જુલાઈની વચ્ચે અતિ તીવ્ર ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદને લઈને મોટી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે આગાહીને કારણે અમદાવાદમાં વહેલી સવારથી જ વાતાવરણમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં સવારથી જ વાદળ ભર્યું વાતાવરણ અને છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સવારથી જ ભારે મેઘમહેર જોવા મળી રહી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢમાં ધોધમાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા જુનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગરમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, દ્વારકા અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારે વરસાદની આગાહીને કારણે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના પણ આપવામાં આવી છે. કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે. ઘણાને નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે નદી નાળાઓ બે કાંઠે થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર અને પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *