આનંદના સમાચાર! નજીક આવી રહ્યું છે નૈઋત્યનું ચોમાસું, આ તારીખે ગુજરાતમાં કરશે ધમાકેદાર એન્ટ્રી, પરેશ ગોસ્વામીએ તારીખો સાથે કરી મોટી આગાહી…
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, નૈઋત્યનું ચોમાસું નજીક આવી રહ્યું છે. દક્ષિણ ભારતની નજીકના ટાપુઓ અંદમાન નિકોબાર, શ્રીલંકા અને હિંદ મહાસાગરના ટાપુઓનું તાપમાન નૈઋત્યના ચોમાસા માટે પરિબળો સાનુકૂળ બની રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, ધીમે-ધીમે આગામી 12થી 13 દિવસમાં ભારતની નજીકના ટાપુઓ અંદમાન નિકોબાર પર ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતાઓ હાલ દેખાઇ રહી હોવાનું જણાવ્યું છે. કેમ કે, દક્ષિણનું હવામાન તમામ દ્રષ્ટિએ ચોમાસા માટે સાનુકૂળ બની રહ્યું છે.
પરેશ ગોસ્વામીએ 14મી સુધી ગુજરાતન અલગ-અલગ ભાગોમાં લોકલ સિસ્ટમ બંધાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ વ્યકત કરી છે.
પરેશ ગોસ્વામી એ જણાવ્યું કે, 11 તારીખથી તાપમાનમાં રાહત મળી શકે છે. તે પણ આંશિક રાહત મળશે. હાલ પવની ગતિ 13થી 15 કિમીની જોવા મળી રહી છે. આવો જ સામાન્ય પવન આગામી દિવસોમાં જોવા મળે તેવી આગાહી કરી છે. પવનની ગતિ સામાન્ય જોવામાં મળી રહી છે અને તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે.
કઇ તારીખે પધારશે ચોમાસું?
આગામી 12થી 13 દિવસમાં ભારતની નજીકના ટાપુઓ અંદમાન નિકોબાર પર ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતાઓ હાલ દેખાઇ રહી હોવાનું જણાવ્યું છે. ત્યાર બાદ ધીમે ધીમે આગળ વધશે, અને ગુજરાતમાં 15 થી 20 જૂન સુધીમાં એન્ટ્રી કરી શકે છે.