ગુજરાતીઓ રેહજો સાવધાન, વાવાઝોડું ક્યારે અને ક્યાં ત્રાટકશે ? સમય-તારીખ અને રૂટ સાથે અંબાલાલ પટેલે કરી રુવાડાં ઊભા કરે એવી આગાહી…
ગુજરાતમાંથી હવે ધીમે ધીમે ચોમાસુ વિદાય લઇ રહ્યું છે. તો કેટલાક વિસ્તારોમાં હજુ છૂટો છવાયો તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હજુ 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ સક્રિય રહેવાની હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓક્ટોબર મહિનાની આ તારીખે ગુજરાતમાં ખૂંખાર વાવાઝોડું ત્રાટકવાની રુવાડાં ઉભા કરે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર તીવ્ર રીતે સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં બે ઓક્ટોબરે એક સાયકલોનિક સિસ્ટમ બનશે જે પૂર્વ ભારત અને દક્ષિણ ભારતમાં તબાહી મચાવી શકે છે આ સિસ્ટમની અસર ગુજરાત ઉપર જોવા મળશે. જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ સાથે 30 સપ્ટેમ્બરથી અરબી સમુદ્રમાં પણ મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયા કિનારે ચક્રવાતી સિસ્ટમ સક્રિય થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ અને તોફાની પવન ફૂંકાઇ શકે છે. આ સિસ્ટમની અસર ગુજરાતમાં નહિવત જોવા મળશે પરંતુ 7 ઓક્ટોબર પછી જે સિસ્ટમ બનશે તેને કારણે નવરાત્રી ઉપર ગુજરાતમાં હલભલાવી નાખે તેવું વાવાઝોડું ત્રાટકી શકે છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં 30 સપ્ટેમ્બરે એક લો પ્રેશર સિસ્ટમ બનશે છે જેને કારણે પૂર્વ ભારતના ભાગો અને દક્ષિણ પૂર્વ ભાગોમાં ભારે વરસાદ પડશે.
સાથે અરબી સમુદ્રમાં પણ 30 સપ્ટેમ્બરે એક હળવું ચક્રવાતી દબાણ બની રહ્યું છે. જેને કારણે મહારાષ્ટ્ર અને મુંબઈના ભાગોમાં તથા દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તોફાની પવન સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ લો પ્રેશર બાદ 7 ઓક્ટોબર પછી જે સિસ્ટમ બનશે તે ખૂંખાર વાવાઝોડામાં રૂપાંતરિત થશે અને 2018ના જીવલેણ વાવાઝોડાની યાદ અપાવશે તેવું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા લગાવવામાં આવ્યું છે. 10 અને 11 ઓક્ટોબરે આ સિસ્ટમ ખૂંખાર વાવાઝોડામાં પરિણામશે અને વધુ મજબૂત બનશે. આ વાવાઝોડું ઓક્ટોબર મહિનાના મધ્યમાં એટલે કે નવરાત્રી ઉપર રાજ્યમાં કંઈક મોટી નવાજૂની કરી શકે છે. સાથે હાથીયા નક્ષત્રમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, અમદાવાદ, વડોદરામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા આપવામાં આવી છે. આ માહિતીને વધુમાં વધુ આગળ મોકલજો.