ગુજરાતીઓ ચેતી જજો, 3 તારીખ સુધીમાં આ 15 જિલ્લાઓમાં પડશે 10-10 ઇંચ વરસાદ, પરેશ ગોસ્વામીની ખેતર ધોઈ નાખે એવી આગાહી…
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં તીવ્ર વરસાદી માહોલ સક્રિય થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 270 થી વધારે તાલુકાઓમાં સાર્વત્રિક મહેર જોવા મળી છે. હજુ પણ આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગામી ત્રણ દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની મોટી સંભાવના વ્યક્ત કરી છે. આગાહી વિશે અમે વિગતવાર જણાવીશું. આ માહિતીને દરેક ગુજરાતી સુધી પહોંચાડજો.
હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા પરેશભાઈ ગોસ્વામી ગુજરાતમાં વરસાદ તૂટી પડવાની આગાહી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે 1, 2 અને 3 જુલાઈ દરમિયાન ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધારે વરસાદ ખાબકી શકે છે. આ વિસ્તારોના કેટલાક ભાગો જેવા કે સુરત, વલસાડ, ડાંગ, આહવા, બારડોલી, તાપી, બીલીમોરા, અંકલેશ્વર, ભરૂચમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે.
પરેશભાઈ ગોસ્વામીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું છે કે આ દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર વાસીઓને ખાસ સંભાળ લેવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું છે કે જળબંબાકાર અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.
મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી વિશે પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, ગાંધીનગર, કપડવંજ અને વડોદરામાં તારીખ 1 થી 3 જુલાઈમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠામાં 9 થી 10 જુલાઈ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત પાટણ મહેસાણા અરવલ્લીમાં 10 થી 12 જુલાઈની વચ્ચે ભારે વરસાદ પડશે.
પરેશભાઈ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે ચોમાસાની શરૂઆતમાં પ્રથમ રાઉન્ડ દરમિયાન જે વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઓછી હતી. તે વિસ્તારોમાં બીજા રાઉન્ડ દરમિયાન સાર્વત્રિક સારા વરસાદનો લાભ મળી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે અંબાલાલ પટેલે પણ 12 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.