ગુજરાતીઓ હવે નક્કી માર્યા સમજો, 24 કલાકમાં વરસાદ આ ભાગોમાં મચાવશે તબાહી, અંબાલાલ પટેલે કરી ધ્રુજાવી મૂકે તેવી આગાહી…
ગુજરાતમાં આ વર્ષે અલીનોની અસરને કારણે ઓગસ્ટ મહિનો સંપૂર્ણ રીતે કોરો જોવા મળ્યો છે. છેલ્લા દસ વર્ષનો આ સૌથી ખરાબ રેકોર્ડ ઓગસ્ટ મહિનામાં થયો છે. પરંતુ હવે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ છે ત્યારે ગુજરાતના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા નવી સિસ્ટમને લઈને ધ્રુજવી મૂકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમને જણાવ્યું છે કે આ તારીખે ગુજરાતમાં વરસાદ કંઈક મોટી કરી શકે છે.
સપ્ટેમ્બર મહિનાના શરૂઆતથી જ આયોની પોઝિટિવ જોવા મળ્યો છે. જેને કારણે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંનેમાં મોટી હલચલ જોવા મળી રહી છે. ખાસ કરીને બંગાળની ખાડીની વાત કરીએ તો આજથી જ ગુજરાતમાં એક મોટી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને કારણે ગુજરાતમાં 7 થી 12 સપ્ટેમ્બરની વચ્ચે એક વરસાદનું ભારે વહન આવી શકે છે. જેમાં જુલાઈ મહિનાની યાદ અપાવે તેવો ભયાનક વરસાદ પડી શકે છે.
સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફરી વરસાદી માહોલ ફરી સક્રિય થયો છે. 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમ બાદ 13 થી 15 સપ્ટેમ્બરની વચ્ચે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ બનશે. એકંદરે હવે એક પછી એક સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લઈને આવી શકે છે, તેવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આગામી દિવસોમાં હવે ગુજરાતનું વાતાવરણ પલટાઈ જશે અને ભેજનું પ્રમાણ વધી શકે છે. ગુજરાતમાં આગામી દિવસોમાં સો ટકા વરસાદ પડવાની ગેરંટી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરી છે. સપ્ટેમ્બર મહિનાના શરૂઆતથી જ બંગાળને ખાડીમાં મોટી હલચલ થતા ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. આગામી 24 કલાકમાં દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં તબાહી મચાવતો વરસાદ પડી શકે છે.
આ સિસ્ટમને કારણે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને ભિન્ન ભિન્ન ભાગોમાં સારામાં સારો વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પણ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થશે તેવા સંકેતો પણ દેખાઈ રહ્યા છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.