ગુજરાતીઓ પ્લાન પછી બનાવજો, પહેલાં હવામાન વિભાગની આ અઠવાડિયા માટે વરસાદની આગાહી જાણી લો, આ જગ્યાએ પડશે આફતનો વરસાદ…

ગુજરાત ગત અઠવાડિયે અંતિમ દિવસોમાં રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. ત્યારે હવે વાચક મિત્રો હવામાન વિભાગની આ અઠવાડિયા દરમિયાન વરસાદની આગાહી વિશે વિગતવાર માહિતી અમે તમને આ લેખમાં જણાવીશું. હવામાન વિભાગ દ્વારા આ અઠવાડિયામાં ભરપૂર વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ અઠવાડિયામાં ગુજરાતમાં ભારે વરસાદનું વહન આવી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર પ્રદેશના દક્ષિણ ભાગમાં સક્રિય થયેલ સાયકલોનિક સિસ્ટમ જે ગુજરાત તરફ આવી રહી છે અને એક બીજી બંગાળની ખાડીમાં તાજેતરમાં સક્રિય થયેલ વેલમાર્ક સિસ્ટમ પણ ગુજરાતમાં આવી રહી છે. બે સિસ્ટમો ગુજરાત પર ત્રાટકવાના કારણે આ અઠવાડિયા દરમ્યાન ગુજરાતમાં આફતનો વરસાદનો પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આ અઠવાડિયા દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે આફતના વરસાદની મોટી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં 29 થી 2 ઓગસ્ટની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ તબાહી મચાવશે. 29 30 જુલાઈએ મહેસાણા, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, મોરબી, ભાવનગર, અમરેલી જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

31 અને 1 તારીખે દમણ, દાદરા નગર હવેલી, દીવ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જેવા દક્ષિણના ભાગોમાં જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદ પડી શકે છે. આ તારીખોમાં ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ સામાન્યથી ભારે તોફાની વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર 2 તારીખે ગાંધીનગર, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, અમરેલી, દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, કચ્છ, દીવ, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *