ગુજરાતીઓ તૈયાર રહેજો, વરસાદને લઇને હવામાન વિભાગ, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ એકસાથે કરી ધોળા દિવસે આભ ફાટે એવી આગાહી…
ગુજરાતમાં ચોમાસાએ દસ્તક તો આપી, પણ વરસાદ ક્યાંય નથી. માત્ર દક્ષિણ ગુજરાતમા અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં જ વરસાદ છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં હજી ભારે વરસાદ પશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે જણાવ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણમાં ભારે વરસાદ આવશે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યલેશન બન્યું છે. જેને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. બે દિવસ સુધી માછીમારોને પણ વોર્નિંગ આપવામાં આવી છે.
વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમણે કહ્યું કે, અગામી 12 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 21થી 25 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવા પવન ફૂંકાશે. 25 થી 27 જુન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ચાલુ વર્ષનું જે ચોમાસું છે, તે તેના નિયત સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમા ચોમાસું બેસી ગયું છે. Imd ના રિપોર્ટ મુજબ 11 જૂન 2024 ના રોજ ચોમાસાનો ગુજરાતમા પ્રવેશ થઇ ચૂક્યો છે. 19 મેના રોજ આંદામાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી. તે બાદ ચોમાસાની જાહેરાત જે 1 કે 2 જુનના રોજ થતી હોય છે,
તેને બદલે 29 મેના રોજ કરવામાં આવી હતી. એટલે કે આંદામાન નિકોબાર, કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે. ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કરી લીધું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયા આ ચોમાસું છે, તેથી તે વેરાવળથી પણ ખૂબ નજીક છે. આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે.