પાકને પાણી આપી દેજો, હજુ આ તારીખ સુધી ગુજરાતમાં રહશે વરાપ, પરેશ ગોસ્વામીએ કરી ખેડૂતોના જીવ તાળવે ચોંટાડે એવી આગાહી…
ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વરસાદનું જોર ધીમું પડયું છે. આ વર્ષે જુલાઈ મહિનામાં ભરપૂર વરસાદ જોવા મળ્યો છે. ત્યારે હવે ઓગસ્ટ મહિનામાં વરસાદ નબળો રહી શકે છે. ઓગસ્ટ મહિનાની આ તારીખ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. જેને લઈને હવામાન નિષ્ણાત અને મોટા આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા ખેડૂતોના જીવ તાળવે ચોંટાડે એવી શક્યતાઓ વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાત અને આગાહીકાર પરેશ ગોસ્વામીએ ખેડૂતોને કહ્યું છે કે હવે પાકને પાણી આપવાનું શરૂ કરી દેજો. ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે. હાલ રાજ્યમાં 26 થી 30 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે. આ તાપમાન ચોમાસુ પાક માટે સારું ગણવામાં આવે છે.
આગામી દિવસોમાં ગુજરાતમાં હજુ તાપમાનમાં વધારો થઈ શકે છે. તેને લઈને પરેશ ગોસ્વામી દ્વારા મોટી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં એક પણ સિસ્ટમો સક્રિય થશે નહીં જેને કારણે ખેડૂતોને પિયતની તૈયારીઓ કરવી જોઈએ.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન આગાહી કરતા જણાવ્યું છે કે 25 ઓગસ્ટથી વરસાદના થોડા યોગ જોવા મળી રહ્યા છે. ત્યાં સુધી ગુજરાતમાં ફક્ત ગરમી બફારો અને વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. ભારે વરસાદની હાલ કોઈ શક્યતાઓ ગુજરાતમાં દેખાઈ રહી નથી. આ સાથે જ આ દિવસો દરમિયાન પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે.
ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં 27 થી 30 ઓગસ્ટની વચ્ચે ફરી એક વાર વરસાદનો રાઉન્ડ આવશે. ઓગસ્ટ મહિનામાં આ વર્ષે ચોમાસું નબળો પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ફરી એકવાર ચોમાસું પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. વરસાદની ગતિવિધિ ધીમે પડતા પરેશ ગોસ્વામીએ ખેડૂતોને જરૂર હોય તો પાણી પાવાની સૂચના આપી છે. ગુજરાતમાં હાલ વરસાદની કોઈ શક્યતા ન હોવાને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે.