ગુજરાતની નદીઓમાં આવશે ઘોડાપૂર, અંબાલાલ પટેલે આ વિસ્તારમાં ભયંકર વરસાદ પડવાની કરી મોટી આગાહી…

ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. સાથે જ અનેક વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણની સાથે છૂટા છવાયા ઝાપટાઓ પડી રહ્યા છે, જેના કારણે ગુજરાતીઓને કાળઝાળ ગરમી અને બફારામાં આંશિક રાહત મળી છે.

હાલ નૈઋત્યનું ચોમાસુ મુંબઈ સુધી પહોંચી ગયુ છે, એટલે કે ગુજરાતથી ચોમાસું થોડું જ દૂર છે. ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી છ દિવસ પણ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ થશે તેમ જણાવ્યુ છે. અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં વીજળીના ચમકારાં અને ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 48 કલાક દરમિયાન રાજસ્થાનના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. તો આ સાથે જ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે.

હજુ પણ પવનની ગતિ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. ગુજરાતને જોડતી નદીઓમાં ઘોડાપૂર આવવાની આગાહી પણ તેમણે વ્યક્ત કરી છે.

અંબાલાલની આગાહી મુજબ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર, હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે નદીઓમાં પુર આવે એવો વરસાદ પડવાની આગાહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *