ગુજરાતીઓ તૈયાર રહેજો, અરબી સમુદ્રમાં થશે કંઈક મોટી નવાજૂની! અંબાલાલે વાવાઝોડાની તારીખો સાથે કરી પરસેવો વળી જાય એવી આગાહી…
ગુજરાતમાં હાલ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ વચ્ચે ગરમી અને બફારાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યમાં અરબી સમુદ્રમાં કંઈક મોટી નવાજૂની થવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં ગુજરાત માથે વાવાઝોડાનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે.
ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં મોટી ગતિવિધિઓ શરૂ થશે. જેને કારણે ગુજરાતમાં 40 km થી વધારે ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સામાન્ય રીતે દર વર્ષે ગુજરાતમાંથી સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં ચોમાસું વિદાય લેતું હોય છે પરંતુ આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું છે. ચોમાસુ ઓક્ટોબર મહિનામાં વિદાય લેશે પરંતુ મેઘરાજા વિદાય લેવાના મૂડમાં નથી તેવું અનુમાન અંબાલાલ પટેલે લગાવ્યું છે.
અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને અનુમાન લગાવતા જણાવ્યું છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં આગામી દિવસોમાં સિસ્ટમો મજબૂત બનશે અને છેક ડિસેમ્બર સુધી વાવાઝોડા બનવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 2 થી 14 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે મોટું ચક્રવાત સક્રિય થવાનું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા લગાવવામાં આવ્યું છે. જેને કારણે ગુજરાતમાં ભારે વરસાદ અને તોફાની વાવાઝોડું ત્રાટકી શકે છે. ગુજરાત માટે ઓક્ટોબર મહિનો ખૂબ જ ભારે રહી શકે છે.
ગુજરાતમાં 30 સપ્ટેમ્બર બાદ વારંવાર વાવાઝોડા સક્રિય થશે તેવું ઘાતક અનુમાન અંબાલાલે લગાવ્યું છે. તેમના આ અનુમાનથી હાલ ગુજરાતના ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 12 થી 20 ઓક્ટોબર દરમ્યાન અરબી સમુદ્રમાં અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડું સક્રિય થશે. તેનો વ્યાપ સમગ્ર ગુજરાતને આવરી લે તેવો હશે.
ઓક્ટોબર મહિનામાં અંબાલાલ પટેલે ગુજરાતમાં કંઈક નવાજૂની થવાની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને અરબી સમુદ્રમાંથી ગુજરાત તરફ મોટું તોફાન આવશે તેવું અનુમાન લગાવ્યું છે. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે ઘાતકી વરસાદ પડી શકે છે. આ માહિતીને આગળ મોકલજો.