પૂર્ણિમાનો ચંદ્ર જોઈ અંબાલાલ પટેલે વાવાઝોડા અને ભારે વરસાદની તારીખો સાથે કરી ખતરનાક આગાહી, વાંચ્યા વગર ન જતાં નહીં તો…

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તારીખ 14મી સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા, નડિયાદ, આણંદ તેમજ ભિન્ન ભિન્ન ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેલી છે.

પંચમહાલના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. દાહોદ, હાલોલ, કલોલના જુદા જુદા ભાગોમાં હળવા-ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. બનાસકાંઠાના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે.

તેથી બિહાર વગેરેના ભાગોમાં પૂર્વ ભારતના ભાગોમાં વરસાદ થશે અને પૂર્વ મધ્ય પ્રદેશના ભાગોમાં તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશના ભાગોમાં મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બીજી એક સિસ્ટમ 22 સપ્ટેમ્બરે થશે.

તારીખ 22થી 25માં ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે.

સરસ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાં ઢંકાયેલો હશે તો સમુદ્રમાં વહાણોને અસર થાય તેવી હલચલ જોવા મળશે. સરસ પૂર્ણિમા પછી પણ હવામાનમાં ફેરફાર થતા રહેશે. વાદળ છવાયું લાગશે.

23 સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે ગરમી પડવાની શક્યતા રહેલી છે. ખેતરમાં પડેલા પાથરમાં ઝેરી જીવજંતુનો ભય રહે છે. સપ્ટેમ્બર માસમાં નીઘાલ આવેલા કૃષિ પાકોમાં દાણા ઉગી જવાની શક્યતા છે. પવનના કારણે પાક પડી જવાની શક્યતા રહેશે. શરદ ઋતુમાં પશુઓમાં પણ રોગ આવતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *