આજથી 7 દિવસ સુધી આ જિલ્લાઓમાં વરસાદનાં પહેલા રાઉન્ડની અંબાકાકાની ધોળા દિવસે આભ ફાડે એવી આગાહી…
ગુજરાતમાં ચોમાસુ હવે ખૂબ જ નજીક આવી રહ્યું છે. મુંબઈમાં ચોમાસુ પહોંચી ગયું છે અને ગયા અઠવાડિયે ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર, રાજ્યમાં 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં આ વખતે 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે. દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. અરબ સાગરમાં 10મી થી 12મી જૂન દરમિયાન લો પ્રેશર બનશે અને 12મી જૂન સુધીમાં દક્ષિણ-મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
ચોમાસાની શરૂઆતના વરસાદી રાઉન્ડ ની મોટી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં 9 થી 14 જુન વચ્ચે વરસાદ પડવાની સંભાવના છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.
9 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં આગાહી
10 અને 11 જુને ક્યાં વરસાદની આગાહી
રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં આગાહી