ગુજરાતમાં આ તારીખથી એકાએક ઘટી જશે વરસાદનું જોર, આટલા દિવસ સુધી મળશે વરાપ, અંબાલાલે કરી મોટી આગાહી, જાણી લો ફટાફટ…
ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના શરૂઆતથી જ કેટલાક વિસ્તારોમાં વરસાદે આંશિક રાહત આપી છે. ઓગસ્ટ મહિનાના શરૂઆતથી જ ગુજરાતમાં ભારે વરસાદનું એક પણ વહન આવ્યું નથી. અંબાલાલ પટેલે વ્યક્ત કરેલ આગાહી મોટેભાગે સાચી પડતી હોય છે. ત્યારે હવે બીજી એક ગુજરાતમાં વરાપને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આ તારીખથી વરસાદનું જોર એકાએક ઘટી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સક્રિય થયેલ ડીપ ડિપ્રેશન સિસ્ટમ ઓરિસ્સા અને મધ્યપ્રદેશના ભાગોમાંથી પસાર થઈને ગુજરાત તરફ આવવાની હતી પરંતુ તે હવે ઉત્તર ભારત અને પૂર્વ ભારત તરફ ફંટાઈ ગઈ છે. જેને કારણે 8 ઓગસ્ટથી બે દિવસ રાજ્યમાં છૂટો છવાયોથી મધ્યમ વરસાદ પડશે અને ત્યારબાદ ગુજરાતમાં એકાએક આ તારીખથી વરસાદનું જોર ઘટવાની શક્યતા આપી દીધી છે.
અંબાલાલ પટેલે વરાપની આગાહી કરીને ખેડૂતોને સારા સમાચાર આપ્યા છે. ચોમાસાના શરૂઆતથી જ પડી રહેલ સતત વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસુ પાકને મોટી માત્રામાં નુકસાની થઈ છે. છેલ્લા બે મહિનાથી પડી રહેલ વરસાદને કારણે સતત ખેતરોમાં પાણી ભરેલા રહે છે. જેને કારણે ઉગેલો નવજાત પાક પીળો પડીને બળી ગયો છે. જેથી પરેશાન થઈને ખેડૂતો ઘણા સમયથી વરસાદી વરાપની રાહ જોઈને બેઠા હતા.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 8 ઓગસ્ટ પછી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલ ડીપ ડિપ્રેશનની સિસ્ટમ અચાનક વળાંક લેતા હવે ગુજરાતમાં હાશકારો અનુભવશે. ભારે વરસાદ માંથી છુટકારો મળશે. ગુજરાતમાં ફક્ત છૂટો છવાયોથી મધ્યમ વરસાદ પડી શકે છે. વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં મઘા નક્ષત્રના શરૂઆત સુધી વરાપ જોવા મળી શકે છે.
મઘા નક્ષત્રની શરૂઆત 17 ઓગસ્ટથી થશે. ત્યાં સુધી હવે ગુજરાતમાં વરાપ જોવા મળી શકે છે. ગરમી અને બફારાનું પ્રમાણ 8 ઓગસ્ટ પછી વધશે. સાથે ધમધોકાર તડકો પડવાની પણ મોટી આગાહી અંબાકાકાએ વ્યક્ત કરી છે. વરસાદી વરાપ મળતાની સાથે જ ખેડૂતો ખેતરમાં કામે લાગ્યા છે. આગામી 17 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. ફક્ત છુટા છવાયા ઝાપટા પડશે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.