આ તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, આટલા દિવસ સુધી મળશે વિરામ, અંબાલાલ પટેલે કરી નવી આગાહી, ખેડૂતો ખાસ વાંચે…
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે જ 15 તારીખ સુધી અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. પરંતુ આવી સ્થિતિમાં અંબાલાલ પટેલે બીજી એક નવી આગાહી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે આ તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે અને આટલા દિવસ સુધી ખેડૂતોને વરાપ મળી શકે છે.
આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ 15 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની સંભાવના રેહશે.
અંબાલાલ પટેલના અનુમાન અનુસાર આગામી 24 કલાક પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી શકે છે. 12 જુલાઈએ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે. જેમાં વેરાવળ, જુનાગઢના વિસ્તારમાં 5 ઇંચ થી વધુ વરસાદ ખાબકવાની મોટી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. કચ્છના પણ મોટાભાગના વિસ્તારોમાં 4 ઇંચ થી વધુ વરસાદ પડી શકે છે.
આ સાથે અંબાલાલ પટેલે 15 જુલાઈ બાદ પણ વરસાદનો એક રાઉન્ડ આવવાની મોટી આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં 20 જુલાઈ સુધી સતત વરસાદ પડશે તેવું અનુમાન અંબાલાલ પટેલ લગાવ્યું છે અને ત્યારબાદ 20 તારીખ પછી રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે અને ખેડૂતોને વરાપ મળી શકે છે. લગભગ દસ દિવસ સુધી વરસાદ સંપૂર્ણ વિરામ લઈ શકે છે.
બીજી તરફ હવામાન વિભાગની આગાહી પર એક નજર કરીએ તો 11 થી 15 ની વચ્ચે આણંદ, ભરૂચ, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, પંચમહાલ, વડોદરા, કચ્છ, નવસારી, સુરત, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, દમણ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ, રાજકોટ, મહેસાણા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે વરસાદના વિરામની આગાહી આપીને ખેડૂતોને સારા સમાચાર આપ્યા છે.