ગુજરાતમાં આ તારીખથી મેઘરાજા સંપૂર્ણ રીતે લેશે વિદાય, સ્ટેમ્પ પેપરમાં લખી લેજો, અંબાલાલ પટેલે કરી વરસાદના વિદાયની આગાહી…
સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ધીમું પડ્યું છે. તો કેટલાક વિસ્તારોમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે ત્યારે હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે ચોમાસું ક્યારે વિદાઈ લેશે તેને લઈને સૌ કોઈને પ્રશ્ન થઈ રહ્યા છે. જેને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આ તારીખે મેઘરાજા વિદાય લેશે તેને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે.
બંગાળની ખાડી માંથી આવેલ આ વેલમાર્ક સિસ્ટમને કારણે ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, અને મધ્ય ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. હજુ પણ આગામી ચાર દિવસમાં વરસાદનું જોર વધવાની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદનો આ છેલ્લો રાઉન્ડ હશે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ઓક્ટોબર મહિનાને લઈને મોટી આગાહી વક્ત કરી છે. તેમને જણાવ્યું છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી તીવ્ર ઘાતક વાવાઝોડા સક્રિય થશે. પવનનું જોર વધી શકે છે તો આ સાથે જ મેઘરાજાના વિદાયની પણ મોટી આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં 8 થી 10 ઓક્ટોબરની વચ્ચે ચોમાસુ સંપૂર્ણ રીતે વિદાય લેશે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે ગુજરાતમાં પ્રથમ સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છમાંથી ચોમાસું વિદાય લેશે અને ત્યારબાદ ધીમે ધીમે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ટૂંકમાં વાત કરીએ તો 15 ઓક્ટોબર સુધીમાં સમગ્ર ગુજરાતમાંથી સત્તાવાર રીતે ચોમાસું વિદાય લેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે ચોમાસા વિશે વાત કરતા કહ્યું છે કે આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું છે. નવરાત્રી અને દિવાળી સુધી કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો કમોસમી વરસાદ પડી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે તોફાની પવન ફુંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્ર ઓક્ટોબર મહિનામાં ખૂબ જ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે બંગાળની ખાડી વલોવાતી હોય તેવું નજરે પડી શકે છે. આ માહિતીને આગળ મોકલજો.