હાથિયા નક્ષત્રમાં દેડકાનું વાહન રાજ્યના આ ભાગોમાં મચાવશે તબાહી, વાવાઝોડા સાથે ભારે વરસાદની અંબાલાલની ધ્રુજારી ઉપાડે એવી આગાહી…
રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 60થી વધારે તાલુકાઓમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. તમને જણાવી દઈએ કે સૂર્યનો હાથીયા એટલે કે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ ભાદરવા સુદ 13 બુધવારને તારીખ 27/09/2023 ના રોજ થશે. સૂર્યનો જ્યારે હાથીયા નક્ષત્રમાં પ્રવેશ થશે ત્યારે તેનું વાહન દેડકાંનું રેહશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં દેડકાનું વહન તબાહી મચાવશે તેને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે હાથિયા નક્ષત્ર બેસતાં ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે. એક સાથે બે સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં 27 થી 30 સપ્ટેમ્બરની વચ્ચે ઘાતક વરસાદનું વહન આવી શકે છે. આ સિસ્ટમની અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે. સાથે રાજ્યમાં પવન અને વરસાદની તીવ્રતામાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે કહ્યું છે કે આ વર્ષે હાથિયા નક્ષત્રમાં દેડકાનું વહન હોવાથી વરસાદ અને વાવાઝોડું તબાહી મચાવી શકે છે. 29 સપ્ટેમ્બરથી મહારાષ્ટ્રના ભાગોમાં એક મોટી સિસ્ટમ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમને કારણે 29 અને 30 ભારેથી અતિ ભારે વરસાદ સાથે તોફાની ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું છે કે આ સિસ્ટમને કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદનું વહન આવી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આ સિસ્ટમની મોટી અસર જોવા મળશે. જેને કારણે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં 60 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે. જેના લીધે રાજ્યમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય થશે. આ સિસ્ટમને કારણે સતત પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદનો માહોલ જોવા મળશે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં આ સિસ્ટમની વધુ અસર જોવા મળી શકે છે. જ્યારે સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. 8 થી 9 ઓક્ટોબર સુધીમાં સમગ્ર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તેની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. સાથે હાથિયા નક્ષત્રમાં તોફાન અને ભારે વરસાદના યોગ વ્યક્ત કર્યા છે. આ માહિતીને આગળ મોકલજો…